લોકડાઉનના કારણે જથ્થાની આવક પર માઠી અસર, જથ્થો ઉપરથી પૂરો ન આવતો હોવાની પણ ફરિયાદ

હરિશ પવાર
કોરોના વાઈરસના કહેરાથી લોકોને બચાવવા તંત્ર એક તરફ ઉંધા માથે થઈને કવાયત કરી રહ્યું છે. બીજી તરફ સિહોરની દવાની દુકાનોમાં માસ્ક, સેનેટાઈઝર અને અમુક જરૂરી દવાઓ સહિતની વસ્તુઓનો જથ્થો વારંવાર ખુટી જતા અછત સર્જાઈ રહી છે કોરોના વાઈરસના સંક્રમણાથી બચવા માટે માસ્ક પહેરવા અને હાથ સાફ રાખવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની ભલામણ આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. જેના કારણે દવાની દુકાનોમાં આ બંને વસ્તુઓની મોટા પ્રમાણમાં ખરીદી થઈ છે. ત્યારે દવાની ઘણી દુકાનોમાં આ બંને વસ્તુઓની સાથે લીક્વીડ હેન્ડવોશ તાથા અમુક જરૃરી દવાઓ અને મેડિકલ વસ્તુઓ વારંવાર ખૂટી જતી હોવાની ફરિયાદો સામે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here