સંકટ સમયમાં સિહોર ભગવાનનું ઘર સંસ્થા ભૂખ્યા લોકો માટે બની અન્નદાતા, ૪૫૦ કિટોનું વિતરણ

દેવરાજ બુધેલિયા
કોરોના વાયરસને કારણે હાલ સિહોર સાથે સમગ્ર ગુજરાતમાં ક્લોઝડાઉનની સ્થિતિ છે. જનતા કર્ફ્યૂ હોય કે પછી લૉકડાઉનની પરિસ્થિતિ સિહોર ભગવાનનું ઘર સંસ્થા હંમેશા લોકોની સેવામાં તૈયાર હોય છે.ગુજરાતમાં કોરોના વાયરસ પોઝેટીવ કેસોની સંખ્યા વધતાની સાથે સ્થિતિ લોકોમાં ભય છવાયો છે લોકો લોકડાઉનની સ્થિતિમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવા પડાપડી કરી રહ્યા છે બીજીબાજુ રસ્તે રહેતાં અને છૂટક મજૂરી કરીને પેટ ભરતાં લોકોને ખાવાના ફાંફા પડી ગયા છે.

ત્યારે સિહોર ઘર સંસ્થા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો માટે ૪૫૦ જેટલી કિટોની વહેંચણી કરવામાં આવી છે શહેરમાં રસ્તાઓ પર રહેતાં અને મજૂરી કામ કરતાં અને નિસહાય લોકો ભૂખ્યા ના રહે અને લોકોને ભોજન મળી રહે તેવો ઉદ્દેશ સાથે લોકો અને ૪૫૦ પરિવારોને અનાજ કિટો આપવામાં આવી છે ત્યારે અહીં માનવીય અભિગમ પણ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here