સિહોર ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકરથી જાણકારી જનજાગૃતિ અને ઘરમાં રહેવા અપીલ

મિલન કુવાડિયા
કોરોના વાયરસને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ક્લોઝડાઉનની સ્થિતિ છે. જનતા કર્ફ્યૂ હોય કે પછી લૉકડાઉનની પરિસ્થિતિ સિહોર પોલીસ હંમેશા લોકોની સેવામાં તૈયાર હોય છે.ગુજરાતમાં કોરોના વાયરસ પોઝેટીવ કેસોની સંખ્યા વધતાની સાથે સ્થિતિ લોકોમાં ભય છવાયો છે લોકો લોકડાઉનની સ્થિતિમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવા પડાપડી કરી રહ્યા છે બીજીબાજુ રસ્તે રહેતાં અને છૂટક મજૂરી કરીને પેટ ભરતાં લોકોને ખાવાના ફાંફા પડી ગયા છે ત્યારે પોલીસ તંત્રે લોકડાઉનની અમલવારી માટે ભારે પરસેવો પાડી રહી છે.

દરેક શેત્રે અને બાબતોમાં લોક જાગૃતિ માટેનું કામ પોલીસ કરી રહી છે ત્યારે સિહોર તાલુકાના નેસડા ગામે રામજી મંદિરે સંધ્યા આરતી બાદ મંદિરના લાઉડ સ્પીકર દ્રારા સમગ્ર ગામને સંભળાય તે રીતે તથા ગામના આગેવાનોને રૂબરૂ મળી કોરોના વાયસરને લઈ લોકોને ઘરમાં રહેવા સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કે.ડી.ગોહિલ દ્રારા અપીલ કરવામાં આવી હતી અને સુચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here