સિહોરના મેડીકલોમાં માસ્ક સેનેટાઇઝરની અછતના સમાચાર પગલે મામલતદાર ટિમનું સઘન ચેકીંગ

હરેશ પવાર
કોરોના વાઇરસની મહામારીએ સમગ્ર વિશ્વ અને દેશમાં ભારે અફડા-તફડી મચાવી ને રાખી દીધી છે બીજી તરફ કોરોના સામે લડવા સરકાર અને તંત્ર ઉંધા માથે રાત દિવસ કામ કરી રહ્યા છે ત્યારે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લોકોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ રહે છે તો બીજી તરફ સિહોરના મેડિકલ દવાઓની દુકાનમાં માસ્ક સેનેટાઇઝર અને અમુક જરૂરી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો જથ્થો વારંવાર ખૂટી જતા અછત સર્જાઈ રહી છે ખાસ કરીને કોરોના સક્રમણાથી બચવા માટે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા તંત્ર લોકોને ભલામણ કરી રહ્યું છે.

જોકે સિહોરમાં મોટભાગની દુકાનોમાં આ બન્ને વસ્તુઓમાં ભાવો વધારે લેવાતા હોઈ અથવા તો ખૂટી જતી હોવાની વ્યાપક ફરિયાદના સમાચારોને લઈ આજે સિંહોર મામલતદાર નિનામા સહિત ટિમ દ્વારા અલગ અલગ મેડીકલોમાં ચેકીંગ હાથ ધર્યું હતું માસ્ક અને સેનેટાઈઝર અને જરૂરી દવાઓ માટેની વિગતો મેળવી હતી અને મેડિકલ સંચાલકોને જરૂરી સૂચનો આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here