પોલીસ ફ્લેગમાર્ચ કરીને ડ્રોનના સહારે રાખશે સમગ્ર શહેરમાં નજર

ખબરદાર જો હવે ઘરે થી બહાર નીકળ્યા છો તો.? શહેરના દરેક ગીચ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોનથી ચેકીંગ હાથ ધરાયુ

હરેશ પવાર
કોરોના વાઈરસનો પ્રકોપ રાજયથી માંડી વિશ્વમાં વધતો જાય છે.છતાં કેટલાક સમાજના દુશ્મન એવા રખડતા તત્વો ને જાણે કોઈ ગંભીરતા જ ન હોય એમ વારંવારની વિનંતીઓ છતાં વટ મારવા બહાર ફરી રહયા છે.ત્યારે આવા તત્વોને ઝેર કરવા સિહોર નગરમાં તંત્ર દ્વારા ડ્રોનથી ચેકીંગ હાથ ધરાયું હતું. રાજયમાં કોરોના વાયરસનો લઈ ગુજરાતમાં આજે રવિવારની સાંજ સુધીમાં ૫૯ કેસ પોઝેટીવ જણાઈ આવ્યા છે.આ વાયરસથી બચવા માત્ર સલામત રીતે ઘરમાં જ રહેવું એકમાત્ર હાથ વગો ઉપાય હોય સરકાર દ્વારા વારંવાર અનુરોધ કરાઈ રહયો છે.છતાં કેટલાક તત્વો અન્ય વ્યક્તિઓ માટે જોખમ ઉભું કરી કારણ વગર રોડ,રસ્તે ફરતા હોવાનું જણાતાં મોટી ચીંતા ઉદભવી રહી છે.

ત્યારે આવા તત્વોને નાથવા સિહોર પોલીસ દ્વારા મેઈન બજાર સહિતના વિવિધ વિસ્તાર સાથે સમગ્ર શહેરમાં કડક કાર્યવાહીના ભાગરૂપે ડ્રોન ઉડાડી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે લોકોને ઘરની બહાર બિનજરૂરી નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આમ છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરાવવા માટે હવે ડ્રોન કેમેરાનો સહારો લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here