સમગ્ર તાલુકાભરના શિક્ષકો ધરણામાં જોડાયા, પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા સ્તરથી લઈ રાષ્ટ્રીય સ્તર સુધી આંદોલનના મંડાણ

પથિકાશ્રમ ખાતે શિક્ષકસંઘે મંડપો નાખી બેનરો લગાડી ને ધારણા, હવે સરકાર સામે શિક્ષકો નારાજ

દેવરાજ બુધેલીયા
સિહોરમાં પડતર માંગો સાથે એકસો થી વધુ શિક્ષકોના ધરણા આજે શહેરના પથિકાશ્રમ ખાતે યોજાયા હતા જેમાં તાલુકાભરના શિક્ષકો જોડાયા હતા જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરવા સહિતની માંગણીઓ પ્રત્યે સરકારના ઉદાસીન વલણ સામે રોષ છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમાં પગારપંચની સંપૂર્ણ અમલવારી તા.૧.૧.૨૦૧૬ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાન રૂપે ચાલુ કરવી, દેશના બધા રાજયોના ફિકસ પા.શિક્ષકો, પેરા ટીચર્સ, શિક્ષક સહાયક, વિદ્યાસહાયક, નિયોજીત શિક્ષકોને ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા એકસરખુ વેતન આપવામાં આવે,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં  શિક્ષકને હાનીકર્તા બાબતો દૂર કરવી,

શિક્ષકની લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્સ માટેની પરીક્ષા પહેલા પૂર્વ આયોજન થાય તેમ કરવુ તેમજ ઉચ્ચતર પગારધોરણ સી.સી.સી.પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા બાબત તથા તા.૩૦.૬ પછી મુદત વધારવા તેમજ  પ્રથમ ઉચ્ચતર પગારધોરણ રૂા  ૪૨૦૦ ગ્રેડ પે ચાલુ રાખવા સહિતની માંગણીઓ પ્રત્યે તંત્રવાહકોની ઉદાસીનતાના વિરોધમાં સિહોર સાથે રાજ્યમાં આંદોલનના મંડાળ થયા છે અને આ આંદોલન રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની પણ શિક્ષક સંઘ દ્વારા ચીમકી અગાઉ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here