સામુહિક હડતાળથી મહેસુલી કામગીરી ઠપ્પ બનીઃ રાજ્યની સાથે સિહોર અને જિલ્લાના કર્મીઓએ બાયો ચડાવી

હરેશ પવાર
રાજ્યના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણને લઈ સિહોર સાથે જિલ્લા અને રાજ્યના મહેસુલી મંડળો દ્વારા અચોક્કસ મુદતની હડતાળનુ શસ્ત્ર ઉગામ્યું છે. ગઈકાલે મહેસુલી કર્મચારીએ જિલ્લા મથકોએ વિશાળ રેલી યોજી પડતર માંગોના નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવ્યું હતું. જોકે મહેસુલી કર્મચારીઓની સામુહિક હડતાળથી મહેસુલી કામગીરી ઠપ્પ બનતા અરજદારો અટવાયા કામો અટવાયા છે રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા મહેસુલી કર્મચારીઓ પડતર માંગોને લઈ સરકાર સામે બાંયો ચઢાવી છે.

જેના રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ્દ કરીને પંચાયત મંત્રી કેડરમાં મર્જ કરવા, ક્લાર્ક સંવર્ગના કર્મચારીને નાયબ મામલતદારમાંથી પ્રમોશન આપવા, વર્ષે ૨૦૧૫-૧૬માં એલઆરક્યુ પાસ કારકૂનોને પ્રમોશન આપવામાં, ક્લાર્ક કેડરના કર્મચારીને તાત્કાલિક ધોરણે નાયબ મામલતદારનુ પ્રમોશન આપવા સહિત ૧૭ જેટલા માંગણીઓને લઈ અગાઉ પણ સહિતના ધરણા સહિતના પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. જે વચ્ચે લોકસભાની ચુંટણી જાહેર થતા મહેસુલી કર્મીઓનું આંદોલન સમેટાઈ ગયું હતું. જોકે પડતર માંગો મામલે સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા ૯ ડિસેમ્બરથી અચોક્કસનુ મુદતની હડતાળ જાહેર કરવામાં આવી હતી. જેને સિહોર સાથે જિલ્લાના મહેસુલી કર્મચારી મંડળે સમર્થન આપ્યું છે. હડતાળમાં જોડાયા છે જેને કારણે અરજદારોના કામો ટલ્લે ચડ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here