પ્રદુષણ પણ સંપૂર્ણ પણે લોકડાઉન-પક્ષીઓ મન મુકીને ઉઠી રહ્યા છે, માનવજાતને કુદરની ચેતવણી છે અમને જાળવશો તો જ તમારું અસ્તિત્વ જળવાશે

મિલન કુવાડિયા
દેશ સાથે સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં લોકડાઉન થઈ ગયું છે. ટ્રેન, બસો, મોટરસાયકલ, જેવા પ્રદુષણ ઓકતા વાહનો થંભી ગયા છે. પાણીને અને હવાને પ્રદૂષિત કરતા ઉધોગ ઉપર પણ જાણે કુદરતે બ્રેક મારી દીધી છે. આ લોકડાઉન માત્ર માનવ માટે જ લાગ્યું છે એ ખીલેલી કુદરતનો નજારો જોઈને લાગી રહ્યું છે. પંખીઓના કલરવ માં જાણે લોકડાઉન ના બદલે ગળાના લોક ઓપન થઈ ગયા તેવા મીઠા ટહુકાઓ સવાર સાંજ ગુંજી રહ્યા છે. કેટલા વર્ષો પછી કુદરત માનવીના કરેલા લોકડાઉન માંથી ખુલ્લું થયું હશે એ તો વિચારો. વહેલી સવારની હવા શુદ્ધ, મધુર પક્ષીઓના કલરવ, પાણીઓ કાચ જેવા ચોખ્ખા થઈ ગયા છે.

આવા લોકડાઉન માં ઘરે બેસીને સમય બગાડવા કરતા કઈક વિચારીએ કે આ કુદરત જે રૂઠયું છે આખરે કંટાળીને માણસને પાંજરે પુરી દીધો છે તો એ શા માટે થયું છે ? જો પાંચ સાત દિવસના લોકડાઉન થી કુદરત ફરી સ્વસ્થ બની ગયું હોય તો હવે આપણી એક ફરજ છે અને કુદરની ચેતવણી પણ ભેગી છે. કે હવે ચેતી જઈએ માનવી એમાં જ સાર છે બાકી જો આ લોકડાઉન ના ખુલ્યા બાદ હતા એવા ને એવા થશું તો ફરી કુદરના આવા કોપના ભોગ બનવા આપણે તૈયાર રહેવું જ પડશે. આ લોકડાઉન થોડા દિવસોમાં ઉપડી તો જશે જ મિત્રો પણ આપણે આમાંથી કઈ શીખ લેવાનું છે આવી કુદરતનો અદભુત નજારો આપણે આવો જ રાખવો છે એવું નક્કી કરી લેવું મિત્રો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here