એક જાગૃત નાગરીકે કરી શંખનાદને જાણ..છેલ્લા ત્રણ દિવસથી ફોન લાગતો નથી

હરેશ પવાર
હાલની કપરી પરિસ્થિતિમાં સૌ કોઈને ઇમરજન્સી સારવાર માટે સરકારી દવાખાને જ જવું પડે તેવી સ્થિતિ છે કેમ કે એક તો કોરોના નો કહેર તો બીજી બાજુ ખાનગી પ્રેક્ટિસ કરતા અમુક ડોકટરો પણ લોકડાઉન માં ઘુસી ગયા છે ફરજ ભૂલીને. ત્યારે આજથી ઘણા દિવસો પહેલા સરકારી દવાખાના માં રહેલી ઇમરજન્સી નંબર 222063 બંધ હાલતમાં જે શંખનાદ ને જાણ થતાં અહેવાલ રજૂ કરતા બીજા દિવસે જ રણકી ઉઠ્યો હતો. પરંતુ ફરી પાછો એ ઇમરજન્સી નંબર લોકડાઉન એટલે બંધ થઈ ગયો હોવાની વાત એક જાગૃત નાગરિકે શંખનાદ ને કરી હતી એને કહ્યું હતું.

છેલ્લા ત્રણ દિવસથી આ ફોન લાગતો છે નહીં. તો હવે આવી કપરી પરિસ્થિતિમાં જો કોઈને અડધી રાતે જરૂર પડે તો ફોન કોને લગાડવાનો કેમ કે સરકારી દવાખાનાનો ફોન તો પાછો વેન્ટીલેટર પર આવી ગયો છે. જો ફોન આમ જ બંધ રાખવાનો હોય તો તમામ ડોકટરો માં મોબાઈલ નંબર આપી દો એટલે ઇમરજન્સી માં કઈ દોડવું હોય તો સીધો ડોકટરનો જ સંપર્ક થઈ જાય. બાકી શોભના ગાંઠિયા ની જેમ ફોન પડ્યો રહેશે તો ખરા સમયે સરકારી હોસ્પિટલમાં સંપર્ક ન થતા કોઈનો જીવ પણ જઈ શકે છે એ જવાબદારી અધિકારીઓએ સમજી લેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here