સિહોરમાં જાહેરનામા નો ભંગ કરતો શખ્સ ડ્રોનમાં કેદ- પોલીસે કરી કાર્યવાહી

દેવરાજ બુધેલીયા
સિહોરમાં લોકડાઉન ને પગલે પોલીસ દ્વારા વધુ ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. શેરીઓમાં બાર બેઠતા લોકો તેમજ કામ વગરના બહાર નીકળતા લોકો ઉપર આભેથી નજર રાખવા માટે થઈને ડ્રોન કેમેરાને પણ મેદાને ઉતારી દેવામાં આવ્યો છે. આજે સિહોર પોલીસના ડ્રોન કેમેરામાં કલેક્ટરશ્રીના જાહેરનામાં નો ભંગ કરીને વારંવાર રોડ ઉપર કોઈ પણ કામ વગર બહાર નીકળતા શકીલભાઈ યુસુફભાઈ પઢીયાર ઉ.વ ૩૨ રહે જુલું નો ચોક સિહોર કેમેરામાં કેદ થઈ જતા સિહોર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત આજે સિહોર પોલીસ દ્વારા ૫ વિરુદ્ધ ૧૮૮ તેમજ ૧૦ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ભાવનગર માં એક સાથે કોરોના પોઝિટિવ કેસ આવતા જિલ્લાભરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.ત્યારે સિહોર પોલીસ દ્વારા પણ સતત વોચ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હવે સિહોર પોલીસ આકાશમાંથી પણ સમગ્ર શહેરમાં નજર રાખી રહી છે જો કામ વગરના બહાર દેખાશો તો ખેર નહિ રહે માટે ઘરમાં રહેજો અને પોલીસને સહકાર આપજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here