ત્રીજા સ્ટેજમાં પ્રવેશી રહેલા કોરોનાની ગંભીરતા લઈ સેનિતાઝેશન કરવું જરૂરી

હરેશ પવાર
કોરોના વાયરસે સમગ્ર વિશ્વના તંત્રને કામે વળગાડી દીધું છે. ત્યારે ભારતમાં વડાપ્રધાન દ્વારા આગમચેતીના રૂપે અનેક પગલાંઓ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે સિહોર નગરપાલિકા દ્વારા કોરોના વાયરસ ને લઈને દરેક વોર્ડમાં તેમજ મુખ્ય બજારોમાં સેનિતાઈઝેશન કરવું જરૂરી છે તે માટે થઈને સિહોર નગરપાલિકાના વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને મળીને આ બાબતે જાણ કરવામાં આવી હતી. રાજ્યની સુરેન્દ્રનગર તેમજ અન્ય નગરપાલિકા દ્વારા હેન્ડ પમ્પ લાવીને વોર્ડ વાઇઝ સેનિતાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ત્રીજા તબબકામાં પ્રવેશી ગયેલા કોરોના સામે રક્ષણ કરવા સિહોર નગરપાલિકા દ્વારા પણ ઉચ્ચ ગુણવત્તાનું કેમિકલ લાવીને ઝડપથી સેનિતાઝેશન કામગીરી શરૂ કરી દેવી જોઈએ તેવું વિપક્ષ સભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here