સફાઈ અમુક ચોક્કસ એરિયા જ કેમ.? દીપશંગભાઈનો વૈધક સવાલ, ડીડી પાવડર જે છાંટવામાં આવે છે તેના પર પણ સવાલો ઉઠાવ્યા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા માં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ નું શાસન છે જ્યારે બીજી તરફ વિપક્ષ પણ ગાજે એવો વરસતો નહિ એટલે આમ જોઈએ તો સંપીને ભાગ પાડી લેવા જેવી નીતિ આખું નગરપાલિકા ફોલો કરતું હોય તેવું સિહોરની દશા જોઈને લાગે છે. પરંતુ સિહોર ભાજપના અગ્રણી પીઢ નેતા અને નગરસેવક દીપસંગભાઈ દ્વારા અનેક વખત પાલિકા શાસકોના કાન આમળવા માં આવ્યા છે. એમની આ ખુલી ને પોતાના પક્ષના સત્તાધીશો ને સાચું કહી દેવું તે કાબિલે તારીફ છે. જો આવા બધા જ શાસકો પાલિકામાં હોય તો શહેરનો વિકાસ કોઈ અટકાવી શકે નહીં. હાલ કોરોના ની મહામારી ફેલાઈ ગઈ છે.

ભાવનગર માં કોરોના થી બે મોત તો ચાર કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે ખરેખર તંત્રની સતર્કતા વધી જોવી જોઈએ. પાલિકા પ્રમુખ એટલે પ્રથમ નાગરિક શહેરના તેને રાતે ઊંઘ ન આવી જોઈએ કે મારા શહેરમાં કોઈ આ રોગનો ભોગ ન બને તેવા તમામ પગલાં લઈ લેવા જોઈએ એક પણ કચાશ રહેવી જોઈએ નહીં પણ સિહોર પાલિકામાં લીલીયાવાડી જોરદાર ચાલે છે. ત્યારે દીપસંગભાઈ એ નબળી ગુણવત્તાની વપરાતી ડીડિટી ને બદલે ઉચ્ચ ગુણવત્તાની વાપરવી જોઈએ. ફોગ મશીનમાં કોઈ તજજ્ઞ પાસેથી માહિતી લઈને સારું કેમિકલ વાપરવું જોઈએ.

જેથી કરીને મચ્છર નો ઉપદ્રવ ઓછો થઈ જાય. સિહોરના લાગતા વળગતા વિસ્તાર સિવાય બીજા તમામ વિસ્તારો ખાસ કરીને પછાત વિસ્તારો જ્યાં ગંદકી વધુ હોય તેવા વિસ્તારમાં મશીનો ફેરવી ને સ્વચ્છતા કરાવી જરૂરી છે. જ્યારે સુરકાના દરવાજે ગૌતમી નદીમાં ભળી રહેલા ગટરના પાણીમાં પણ રોગચાળો ફાટી નીકળવાની ભે રહેલી છે તો એ માટે આ સમસ્યાનું પણ તાબડતોબ સમાધાન કરવું જરૂરી છે. તો કોરોનાનો લઈને શહેરમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે અને એના માટે એક સારું મેનેજમેન્ટ નગરપાલિકા ના શાસકો દ્વારા કરવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here