લોકડાઉનમાં ય જુગાર રમતા ૬ ને ઝડપી લેતી સિહોર પોલીસ

હરેશ પવાર
સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયું છે. લોકો જીવન જરૂરી વસ્તુઓ લેવા સિવાય બહાર ન નીકળવા ઉપર કડક પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે જુગાર રમતા લોકોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોવ તેમ સિહોરમાં એક સાથે ૬ ને તીન પતિનો જાહેરમાં જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સિહોરના લીલાપીર વિસ્તારમાં ગઈ રાતે જાહેરમાં તીન પતિનો જુગાર રમતા હતા તે દરમ્યાન પોલીસ પેટ્રોલિંગમાં સમીર રહીમ ભાઈ સૈયદ, તૌફિક મહેબૂબભાઈ કુરેશી, ઇનાયત હાજીભાઈ ચુડેસરા, રિયાઝ અહેમદ સૈયદ, મજીદ અહમદભાઈ કાઝી, ફેઝલ ઈકબલભાઈ ચુડેસરા તમામ ને રોકડ રૂપિયા ૧૦૨૭૦/ તથા જુગારના સાહિત્ય સાથે પકડી લઈને આગળની કાર્યવાહી સિહોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here