શહેર સાથે ગામડાઓમાં સ્થિતિ કફોડી, લોકો વધુ ભાવે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા મજબુર, કપાસિયા તેલ ડબ્બામાં વધુ ભાવો લેતા હોવાની બૂમ

દેવરાજ બુધેલીયા
લોકડાઉનના છટ્ટા દિવસે આજે સોમવારે સિહોર અને તાલુકાના કેટલાક ગામડાઓમાં કરિયાણાની દુકાનોમાં તેલ, ગોળ, ખાંડ સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખૂટી પડી હતી.  જેને લઇને કરિયાણું લેવા આવેલા લોકોએ વિલા મોઢે પરત ફરવાની નોબત આવી રહી કગે આગળથી માલ આવી રહ્યો ન હોવાનું  જણાવીને દુકાનદારો તેમની મજબૂરી ઠાલવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા સ્ટોકમાં પડી રહેલા કપાસિયા તેલના ૧૫ કિલોના ડબા પર મૂળ કિંમત કરતા દુકાનદારો વધુ લેતા હોવાની બૂમ ઉઠી છે સિહોર સહિતના મોટાભાગના ગામડાઓમાં કરિયાણાની દુકાનોમાં ચીજવસ્તુઓ ખૂટી પડી હોવાનું હાલ જાણવા મળ્યું છે હોલસેલ માર્કેટમાં દરેક ચીજવસ્તુઓના ભાવ વધારીને જ બોલાઇ રહ્યા છે. ભાવ વધારા છતાંય હજુ તેલ, ગોળ સહિતની ચીજવસ્તુઓ  તો મળી રહી નથી.

વિવિધ કરિયાણાની  દુકાનોમાં કપાસિયા તેલના ડબાનો ભાવ વધુ લેવાતો હોવાની વાત સામે આવી છે કેટલીક દુકાનોમાં તો ટૂથપેસ્ટ, સાબુ, માથામાં નાંખવાનું તેલ સહિતની વસ્તુઓનો સ્ટોક પણ ખૂટી પડયો છે.બીજી તરફ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત બાદ લોકોએ કરિયાણાનું બમણું ખરીદીને ઘરમાં સ્ટોક કરવા પડાપડી કરતા હાલમાં દુકાનોમાં સ્ટોક ખૂટી ગયો હોવાનો દાવો  દુકાનદારો કરી  રહ્યા છે. હવે આગળથી માલ આવે ત્યારે માંગ અને ભાવ વધારાની સ્થિતિ નિયંત્રણમાં આવશે તેવું તેઓ જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here