પગાર નજીવો પરંતુ પોલીસ સાથે જાનના જોખમે ખભા મીલાવી ફરજ બજાવતા સિહોર હોમગાર્ડ અને GRD જવાનો

હરેશ પવાર
જીવલેણ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે લોક્ડાઉનનો ક્ડક અમલ કરાવવા માટે સિહોર શહેર પોલીસની સાથે નજરે પડતા હોમગ્રાઉન્ડ અને GRD જવાનો પોલીસકર્મીની સરખામણીએ નજીવા પગારે પણ પોતાના અને પરિવારના જીવ ના જોખમે ખભાથી ખભા મળાવી ફરજ બજાવી રહ્યા છે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સક્રમીત થતા લોકોને બચાવવા લોક્ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોક્ડાઉનનો ક્ડક પણે અમલ કરાવવા માટે શહેર પોલીસનો કાફલો તો રસ્તા પર ખડકી દેવામાં આવ્યો છે. પરંતુ આ પોલીસ કાફલા હોમગ્રાઉન્ડ અને GRD જવાનો સાથે સફેદ શર્ટ અને બ્લુય પેન્ટમાં સજ્જ જવાનો પણ નજરે પડી રહ્યા છે.

આ જવાનો તેમજ હોમગાર્ડ અને GRD જવાનો પણ પોલીસ સાથે ખભેથી ખભા મળાવી પોતાનો અને પરિવારની ચિંતા કર્યા વિના રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે. તેઓ પોલીસનો એક અવિભાજીય અંગ બની ગયા છે નજીવા પગારમાં આ સ્થિતિમાં કામ કરતા જવાનો અભિનંદનને પાત્ર છે આ જવાનોને સિહોરના અલગ અલગ મુખ્ય બજાર માર્કેટ વિસ્તાર મોટાચોક ખારાકુવા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે શહેરની વિવિધ સામાજિક આ જવાનો માટે ચા પાણી નાસ્તાઓની વ્યવસ્થાઓ પણ કરે છે જે પણ સરાહનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here