પશુઓનો ઉછેર કરવો માલધારીઓ માટે પડકાર બન્યો, ૮૦૦ થી ૯૦૦માં મળતી ખોળની ગુણી ૧૨૦૦ થી ૧૩૦૦ માં વેંચાતા માલધારીઓ કફોડી સ્થિતિમાં,

દેવરાજ બુધેલીયા
વર્તમાનની લોકડાઉન પરિસ્થિતિમાં ચારો વેંચનારા લોકો ગેરફાયદો ઉઠાવીને એકાએક ભાવ ડબલ કરી દેતા માલાધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ચારો એકાએક મોંઘો થતા દુધના ભાવમાં વાધારો કરવાની માલાધારીઓને ફરજ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે સામાન્ય લોકો પર આર્થિક ભારણ ન વધે તે માટે ઉચ્ચ સ્તરેથી તાત્કાલિક અસરથી ભાવમાં કાબુમાં લેવા તથા ચારાની વ્યવસ્થા કરાય તેવી માંગણી માલાધારીઓ માંથી ઉઠી છે લોકડાઉનના કારણે વાહનવ્યવહાર બંધ થઈ જતાં પશુઓનુ પાલન કરવામાં મુશ્કેલી ઉભી થવા પામી છે.

એક તરફ દુધના વેંચાણમાં ઘટાડો નોંધાયો છે અને બીજી તરફ પશુઓ માટેના ચારાની કિંમતમાં અચાનક ભાવ વાધારો કરવામાં આવતા માલાધારીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે. જે ચારાની ગુણી રૂ ૮૦૦ થી ૯૦૦માં મળતી હતી તે આજે રૂ.૧૨૦૦ થી ૧૩૦૦માં વેંચાઈ રહી છે. જેના પરીણામે માલાધારીઓ તેને ખરીદવા અસમાર્થ બન્યા છે જેના કારણે પશુઓને પોષણક્ષમ આહાર મળી રહ્યો નથી. આ પરિસ્થિતિમાં સિહોર અને પંથકના પશુપાલકોની હાલત કફોડી બની છે આ વિકટ સ્થિતિમાં પરવડે એવા ભાવ કરાવવા તથા તંત્ર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી પણ લોકો માંથી ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here