સિહોરના શ્રમિકો, અનાથ, ગરીબોને દેવદૂતના રૂપમાં મળી પોલીસ

સલીમ બરફવાળા
સામાન્ય સંજોગોમાં પોલીસની વાત આવે એટલે નજર સમક્ષ એક ચહેરો ઉપશે જેમાં ગાળા ગાળી અને મારા મારી કરતા રુક્ષ અને ક્રોધી પોલીસ જોવા મળે. પણ, આપણે આજે પોલીસના બીજા ચહેરાની વાત કરવી છે. જેમાં શ્રમિકો, અનાથ ગરીબો માટે દેવદૂતના રૂપમાં જોવા મળી છે. પોલીસની અંદર રહેલો માનવતાનો માહ્યલો જાગૃત થયો ને ઠેર ઠેર ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારવાનું માનવતાવાદી કાર્ય શરૂ થયું છે પ્રતિદિન આશરે અનેક લોકોને બે ટંકનું ભોજન આપી રહી છે સિહોર પોલીસ…આ ઉપરાંત જરૂરી ચીજ વસ્તુ સાથેની કીટનું પણ વિતરણ કરાઇ રહ્યું છે. ગરીબ જરૂરિયાત લોકોને આ કીટ પહોંચાડી પોલીસે માનવતા મહેંકાવી છે લોકો લોકડાઉનની સ્થિતિમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવા પડાપડી કરી રહ્યા છે.

બીજીબાજુ રસ્તે રહેતાં અને છૂટક મજૂરી કરીને પેટ ભરતાં લોકોને ખાવાના ફાંફા પડી ગયા છે.ત્યારે સિહોર પોલીસ શહેરમાં જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટનું વહેંચણી કરવામાં આવી રહી કે તેમજ અનાજ સહિતની જીવન જરૂરિયાત કિટો આપવામાં આવી રહી રહી છે પોલીસતંત્રે લોકડાઉનની અમલવારી માટે ભારે પરસેવો પાડી રહી છે એકબાજુ કડક છબી ધરાવતી પોલીસે સંવેદનશીલતા દર્શન કરાવ્યા હતા સિહોર શહેરમાં રસ્તાઓ પર રહેતાં અને મજૂરી કામ કરતાં અને નિસહાય લોકો ભૂખ્યા ના રહે અને લોકોને ભોજન મળી રહે તેવો ઉદ્દેશ સાથે લોકને આ ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયમાં પોલીસતંત્ર જાતે ભૂખ્યા, તરસ્યા રહી ખડેપગે લોકોના રક્ષણની કામગીરી તો કરી રહી છે સાથે સાથે માનવીય અભિગમ પણ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here