જિંદગી હર કદમ ઈક નઈ જંગ હૈ… જીત જાયેંગે હમ તું અગર સંગ હૈ…

બ્રિજેશ ગૌસ્વામી
‘સેવા પરમો ધર્મ…’ને સાર્થક કરી રહ્યા છે સિહોરના સેવાભાવીઓ અને વિવિધ સંસ્થાઓ..શહેરભરમાં કઈક રેશનની કીટ તો ક્યાંક ભોજનનું વિતરણ થઈ રહ્યું છે..શ્રમિકો, જરૂરતમંદો, નિરાધાર, ગરીબો, વૃદ્ધો માટે રસોડાઓ ધમધમતા થયા છે લોકડાઉનની સ્થિતિમાં સર્વત્ર માનવતાની મહેક અનુભવાઈ રહી છે. ક્યાંય માનવતા લોકડાઉન થઈ નથી. બંધ વચ્ચે કોઈ શ્રમિકો, જરૂરતમંદો, નિરાધારો, ગરીબો, વૃદ્ધો ભોજન વગરના રહી ન જાય તે માટે તંત્ર, સેવાભાવીઓ, સંસ્થાઓ મેદાને પડયા છે અને રસોડા ધમધમાવી બધાને બન્ને સમય ભોજન પહોંચાડાઈ રહ્યું છે.

આ ઉપરાંત ઠેકઠેકાણે જરૂરતમંદોને રેશનની કીટનું પણ વિતરણ કરાઈ રહ્યું છે. લોકડાઉન વચ્ચે પણ કોઈ ભુખ્યું ન સુવે તે માટે શહેરમાં ઠેર ઠેર સેવાયજ્ઞો ધમધમી રહ્યા છે. ક્યાંક રેશનની કીટનું વિતરણ તો ક્યાંક ફુડ પેકેટનું વિતરણ, ક્યાંક ટિફિન સેવા, ક્યાંક બે ટંક ભોજન પહોંચાડાઈ રહ્યું છે. સેવાભાવીઓ રાત-દિવસ જોયા વગર બસ સેવાની ભાવનાથી સિહોરમાં રસોડા ધમધમતા રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here