દેશનું તંત્ર કોરોના સામે રાત દિવસ નથી જોતું તો અર્બનના અધિકારીઓને શરમ નથી આવતી – નાનું ડાખરા

હરેશ પવાર
હવે આ સિહોરના અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ એ માજા અને માણસાઈ નેવે જ મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે. અઠવાડિયામાં બીજી વાર અર્બન હેલ્થ સેન્ટરના તાળા લોકોને જોવા પડ્યા છે. આ અંગે સિહોરના કોંગ્રેસ અગ્રણી અને સમાજસેવક નાનુભાઈ ડાખરા દ્વારા બે ત્રણ દિવસ પહેલા અર્બન ખાતે એક વ્યક્તિને તપાસ અર્થે મોકલવામાં આવેલ પરંતુ સાંજના સમયે અર્બન હેલ્થ સેન્ટરને અલીગઢના તાળા લાગેલ હોવાથી તેનું નિદાન થઈ શક્યું ના હતું. આ ઘટના ફરી બની નાનુભાઈ દ્વારા અર્બન હેલ્થમાં ફોન કરીને તપાસ માટે ટિમ મોકલવા કહેવામાં આવ્યું.

પરંતુ અડધો પોણો કલાક સુધી કોઈ ફરક્યું નહિ ત્યારે નાનુભાઈ એ પ્રાંત અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી ને તપાસ માટે આરોગ્ય ટીમને મોકલવા વિનંતી કરી તો તરત જ મિનિટોમાં ટિમ આવી પહોંચી. ત્યાંરે અર્બન હેલ્થ સેન્ટરના તબીબ ડો. લાખાણી અને અન્ય કર્મચારીઓ નું આવું વર્તન જોઈને નાનુભાઈ ડાખરા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સામે આવ્યા છે અને બે ના મોત થયા છે ત્યારે આરોગ્ય ટીમે વધુ સતર્ક બનવું જરૂરી છે.

તંત્રનો પણ આદેશ છે અર્બન હેલ્થ સેન્ટર 24 કલાક શરૂ રાખવાં માટે થઈને છતાં સિહોર અર્બન હેલ્થના અધિકારી કેમ તંત્રને ગાંઠતા નથી ? આવા બેલગામ અધિકારી ઉપર કેમ કોઈ કડક પગલાં ભરતું નથી આવું અને આવું પહેલી વાર નથી બન્યું એક થોડા દિવસ પહેલા શંખનાદ દ્વારા અબર્ન હેલ્થ સેન્ટર સાંજે બંધ હોવાનું પ્રસારિત કરવામાં આવ્યું હતું અને પ્રાંતને જાણ કરતા તરત જ ખોલી દેવામાં આવ્યું હતું. તો શું અહીંના તબીબ. ડો.લાખાણી ઉપર કોઈ મોટા માથાનો હાથ છે જેની સામે તંત્ર લાલ આંખ પણ કરી નથી શકતું ?

આવી રોગની મહામારી માં અર્બન હેલ્થની આવી ઘોર બેદરકારી નું પરિણામ કોઈ નિર્દોષ લોકોને ભોગવવું પડશે ત્યારે એની જવાબદારી કોણ લેશે. સિહોર ડે. કલેક્ટર ખૂબ એક્ટિવ અને સતત લોકોની માટે કામ કરી રહ્યા છે ત્યારે તેમના તરફથી સિહોરીજનોને ખૂબ મોટી આશા બંધાયેલી છે તો તેમના દ્વારા આવા અધિકારીઓને સીધા કરવા કડક પગલાં લે તેવું લોકો માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here