સિહોર સેવા સમિતિની સેવામાં વેપારી અને દાનવીરો ના દાન નો ધોધ

હરેશ પવાર
લોકડાઉને ગરીબ અને શ્રમજીવી પરિવારોનું સંચાલન લોકડાઉન કરી દીધું છે રોજનું કમાઈને રોજ ખાનારાઓના ચૂલા બંધ થઈ ગયા છે ઘર વિહોળા પરિવારો ઝુંપડા સહિત ફૂટપાથ રહેતા તેમજ ભિક્ષાવૃત્તિ કરી જીવન જીવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ શહેરની સડકો સુમસામ છે વાતાવરણ ભેંકાર ભાસતું છે ડર સમજી શકાય તેવો વ્યાજબી પણ છે ડરના માર્યા લોકો ઘરમાં પુરાઈ પોતાને બચાવી રહ્યા છે આ બધી વાતો વચ્ચે સિહોરમાં માનવતા જોવા મળી રહી છે જોકે આ માનવતા ભારે પણ પડી શકે તેમ છે કેમકે વાઇરસ ભલાઈને ભરખે નહિ તેવું નથી હોતું છતાં કોરોનાનો ભયંકર ડર પણ સેવા અને સતકર્મોને રોકી શક્યો નહિ.

ત્યારે સિહોરની સેવા સમિતિ ૬૬૦ જેટલા ગરીબ ગુરબા પરિવારોને અનાજ કરીયાણાઓની કીટ આપી છે આ અનાજ કિટની કિંમત આશરે અંદાજે ૧૦૦૦ રૂપિયા જેટલી થતી હશે તેમજ હાલ રોજજે ૪૫૦ થી ૫૦૦ ગરીબ ગુરબા લોકોને ફૂડ પેકેટ દ્વારા જમવાનું પોહચાડવા આવે છે ત્યારે આ સેવાયજ્ઞમાં સિહોર સેવા સમિતિ ટિમ ભારે જહેમત ઉઠાવી રહી છે ઉમદા કાર્યથી માનવતા મહેકી ઉઠી છે ગરીબોને કીટ સાથે રોજે આ સમિતિ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘરવિહોળા પરિવારો ભિક્ષુક ફૂટપાટ પર જીવન નિર્વાહ ચલાવતા પરિવારોને ફૂડ પેકેટ દ્વારા જમવાનું પોહચાડી ગરીબોની જઠરાગ્રી ઠારી ચિંતાની તણાઈ લકીરો પર આ સેવા સમિતિ ખુશી વહેંચી રહી છે ત્યારે સિહોર ના દાનવીરો એ સબળા હાથે સિહોર સેવા સમિતિને દાન તથા કરીયાણું આપી એક ઉમદા કાર્ય કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here