મોટાભાગની રેશનશોપ પર આજ સ્થિતિ જોવા મળી, સડેલા ઘઉં સહિતના ચીજ વસ્તુઓમાં પણ ફરિયાદ

હરેશ પવાર
લોકડાઉનને રાજ્યના ગરીબોની હાલત ખરાબ કરીને રાખી દીધી છે કોરો-ના વાઇરસના કારણે શ્રમજીવી પરિવારો ઝુંપડા સહિત ફૂટપાથ પર રહેતા પરિવારો બેહદ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે ૨૧ દિવસના લોકડાઉન વચ્ચે સરકાર ગરીબોને મફત અનાજ વિતરણ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી આજે રાબેતા મુજબ અનાજ વિતરણ વ્યવસ્થાઓ શરૂ થઈ હતી જેના કારણે ગરીબોની મુખ પર ખુશીઓ જોવા મળતી હતી પરંતુ હાલ ખરાબ અનાજ વિતરણને લઈ સિહોરના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સિહોરના રાજીવનગર વિસ્તારમાં સડેલા ઘઉં વિતરણને લઈ મહિલાઓએ ભારે દેકારો મચાવીને રાખી દીધો છે અનાજની દુકાનોમાં ફાળવેલ જથ્થો ખૂબ જ ખરાબ આવ્યો હોવાનું બહાર આવ્યું છે સરકાર દ્વારા ગરીબો પેટનો ખાડો પુરી શકે તે માટે સસ્તા ભાવે ઘઉં સહિતના અનાજનો જથ્થો તો આપે છે પરંતુ ગુણવત્તા એટલી ખરાબ છે કે ઘઉંની દશા પણ જોવી ગમે તેવી નથી ત્યારે ગરીબો ખાવા કરતા ભૂખ્યા રહેવાનું વધુ પસંદ કરે છે સિહોર રાજીવનગર વિસ્તારમાં મહિલાઓના હોબાળાના કારણે તંત્ર અને સરકારની પોલ ખુલ્લી પડી ગઈ છે.

અહીંની મહિલાઓ રેશનશોપ દ્વારા આપેલ ઘઉંના જથ્થા સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને ભારે દેકારો મચાવ્યો હતો ત્યારે લોકડાઉન સ્થિતિમાં સરકાર ગરીબોને મફત અનાજ આપવાની ભલે મોટી મોટી વાતો કરે પરંતુ અહીં અનેક સવાલો ઉભા કરે છે અને ફાળવેલ ઘઉંનો જથ્થો ખૂબ ખરાબ હોવાની ફરિયાદ ઉઠી છે આ તંત્ર માંથી પણ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર ન હોવાની ખરેખર ગરીબો માટે સમસ્યા પેચીદી બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here