જીતુભાઈ કરમટિયા ઉપ્રમુખ તરીકે ચૂંટાયા, ભાવીન ડાભી મંત્રી અને ફરીદા પઢીયારને ખજાનચી તરીકેની જવાબદારી, કમલેશ રાઠોડ બીજી વખત બિનહરીફ ચૂંટાયા

હરીશ પવાર
સિહોરના વકીલ ચૂંટણીમાં કમલેશ રાઠોડ બીજી વખત પ્રમુખપદનો તાજ બિનહરીફ મેળવ્યો છે સિહોર બાર એસોસીએશનની ૨૦૨૦ ની ચુંટણી બાર કાઉન્સીલિ ઓફ ગુજરાતનાં આદેશ અનુસાર યોજવામાં આવેલ જે અંતર્ગત સિહોર બાર એસોસિએશનની ચુંટણીમાં પ્રમુખપદેનો તાજ કમલેશ રાઠોડના શિરે મુકાયો છે, જ્યારે જીતુભાઈ કરમટીયાને ઉપ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે જ્યારે ભાવીન ડાભીને મંત્રી અને ફરીદા પઢીયારને ખજાનચી તરીકેને જવાબદારી સોંપાઈ છે અને આ ચૂંટણી બીન હરીફ જાહેર કરવામાં આવી છે.

સિહોર બારની ચુંટણીમાં ૨૫ વર્ષમાં પ્રથમ વખત કમલેશભાઈ એચ.રાઠોડ સતત બિજી વખત બીન હરીફ થયેલ છે.જે બદલ સિહોર વકીલ મંડળના તમામ સભ્યોએ અભીનંદન પાઠવેલ. આ ચુટણીમાં ચુટણી અધિકારી તરીકે અશોકભાઈ રાજયગુરૂ, કમલેશભાઈ રાણા અને નરેન્દ્રસિંહ વાળા એ ફરજ બજાવેલ.સિહોર બાર એસોસિએશન ની ચુંટણી બીન હરીફ થાય તે માટે રાજુભાઈ જાની,શરદભાઈ દવે,દિપકભાઈ રાણા,હિરેનભાઈ મહેતા એ જહેમત ઉઠાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here