બે ટાઈમ નું ભોજન જરૂરિયાત મંદોને ઘર સુધી પહોંચાડે છે માનવતા મહેક

હરેશ પવાર
કોરોના ના કહેરે દેશ સહિત વિશ્વમાં કાળો કેર વર્તાવી દીધો છે. ત્યારે દેશમાં લોકડાઉન ૨૧ દિવસ સુધી કરી દેવામાં આવ્યું છે. ત્યારે આવા કટોકટી માં સમયે રોજે રોજનું રળીને પોતાના પરિવારનું પેટ ભરતા લોકો માથે આભ પડી ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. પરંતુ આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં માનવતા ની મહેક ખિલાવી ઉઠે એવી અનેક સંસ્થાઓ મેદાને આવી ને ગરીબ લોકો માટે દેવદૂત બની ગઈ છે. સિહોરમાં પણ અનેક દિનબંધુ પરિવાર વસી રહ્યા છે. તેના માટે પણ સિહોરમાં અનેક સંસ્થાઓ દ્વારા રસોડા શરૂ કરી દેવામાં આવ્યા છે.

ત્યારે સિહોરના માનવતા ની મહેક સેવાધામ ટ્રસ્ટ ના પ્રમુખ પી.કે.મોરડીયા દ્વારા લોક ડાઉન ના બીજા દિવસથી જ ૯ ટિફિન થી શરૂઆત કરીને નવ પરિવારના જઠરાગ્નિ ને ઓલવી સેવાકાર્ય શરૂ કર્યું હતું. આજે સિહોરના ૫૧ દિનબંધુઓ ને બંને સમયનું ગરમ ભોજન પાર્સલ દ્વારા જરૂરિયાત લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. માનવતા ની મહેકનો પાયો ૧૫ માર્ચે સિહોરમાં નાખવામાં આવ્યો હતો. સેવાધામનો મંગલ પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ સંસ્થા અનેક માનવતા કાર્યો હાથ ધરીને સિહોરની ભુમીને માનવતા થી મહેકાવી દેશે ત્યારે જરૂરિયાત સિહોર અને પંથકના લોકોએ ૯૪૨૮૦ ૫૨૧૭૧ સંપર્ક કરવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here