સિહોર તાલુકા કોંગ્રેસ ટિમ દ્વારા ગરીબ લોકો માટે રાશન કીટ અને નાસ્તાનું વિતરણ કરાયું

દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના જાંબાળા ગામના વતની અને તાલુકા કોંગ્રેસ ના ઉપપ્રમુખ અશોકભાઈ મકવાણા ની ટીમ કે જેમાં સરપંચ ઘનશ્યામભાઈ , પીવી સોલંકી ,વિજયભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર (રઘુભાઈ) ગૌતમભાઈ,રમેશભાઈ બારૈયા, રામ ભરવાડ, ચંદુભાઈ બાબર,વિપુલભાઈ , અજય પરમાર દ્વારા પોતાના ગામે જ લગભગ ૫૦૦ લોકો માટે બટાટા પૌવા બનાવીને ટેમ્પો તથા પોતાની ગાડી લઈને સિહોર શહેરના ક્રિકેટ છાપરી , મારુતિનગર, સ્ટેશન વિસ્તાર , તથા ગુંદાળા ગામ પાછળ ના પછાત વિસ્તારમાં વિતરણ કર્યું હતું અગાઉ આ ટીમે જાંબાળા ગામ ના જરૂરિયાત મંદ પરિવારો ને રાશન કીટ બનાવી ને પણ વિતરણ કર્યું હતું અને આગામી દિવસોમાં આ ટીમ દ્વારા જ્યાં જરૂર પડે ત્યાં સેવાકાર્ય કરવા તત્પરતા દાખવેલ છે.આ કાર્યમાં કોંગ્રેસના પ્રદેશ પ્રતિનિધી નાનુભાઈ ડાખરા પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here