રામલલ્લા ના જન્મોત્સવની લોકડાઉન ની ગરિમા સાથે સિહોરમાં ઘરે ઘરે ઉજવણી

ભગવાન શ્રી રામને કોરોના નામના રાક્ષસનો નાશ કરી ફરી વિશ્વમાં શાંતિ સ્થાપવા સૌએ મળીને કરી પ્રાર્થના

દેવરાજ બુધેલીયા
રામનવમી એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ નો દિવસ. સમગ્ર દેશમાં રામનવમી આસ્થાભેર જય શ્રી રામના નાદ સાથે ઉજવામાં આવતી હોય છે. પણ આ વખતે દેશમાં કોરોના વાયરસના સંકટને લઈને સમગ્ર દેશને લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. દેશમાં ૧૪૪ નું ધારા લાગુ કરી દેવામાં આવી છે. જેને લઈને રામભક્તો દ્વારા ભગવાન રામના જન્મના વધામણાં ઘરે જ વિવિધ રીતે ઉજવીને કરવામાં આવ્યા હતાં.

સિહોરમાં રામનવમી ના ઉજવણીના રૂપે ઘરમાં ભગવાન રામની પૂજાઓ, હવનો તેમજ આરતીના આયોજનો કરવામાં આવ્યા હતા. સિહોરના ગુદાળા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન રામને પારણામાં ઝુલાવીને સ્તુતિ કરવામાં આવી હતી. લોકોએ ભગવાન રામના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના કરી હતી કે જેમાં તેમને અનેક રાક્ષસોનો સંહાર કર્યા હતા તેમ દેશ તેમજ વિશ્વમાં છવાઈ ગયેલા કોરોના વાયરસ નામના રાક્ષસનો પણ સંહાર કરીને વિશ્વમાં શાંતિ સ્થાપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here