ખુલ્લા આકાશ તળે જીવતા ઘરવિહોણા અને મંદબુધ્ધિના લોકો જાયે તો જાયે કહા

દેવરાજ બુધેલીયા
સમગ્ર દેશ સાથે સિહોરમાં છેલ્લા 12 – 12 દિવસથી લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ઘરમાં રહેવા અને ઘરની બહાર ન નિકળવા સરકાર અપીલ કરી રહી છે ત્યારે સિહોરમાં ખુલ્લા આકાશ તળે જીવન વ્યતિત કરતા ઘર વિહોણા અને મંદબુધ્ધિના લોકો આ પરિસ્થિતિ વચ્ચે જાયે તો જાયે કહા… જેવી સ્થિતિ જોવા મળી રહી છે તેના વિશે હજુ સુધી સરકારી તંત્ર કશું જ વિચારી રહી નથી. એકબીજાના સ્પર્શમાં આવવાથી વાયરસ ફેલાવાની સંભાવના રહે છે ત્યારે આમ આ મંદબુધ્ધિના લોકોને અનેક લોકો જમવાનું પુરૂ પાડે છે, અર્ધ પાગલ લોકો પાસે અબોલ પશુના ડેરા તંબુ જોવા મળે છે.

ત્યારે હાલની પરિસ્થિતિને લઇ આવા લોકો પ્રત્યે તાકીદના ધોરણે તંત્રએ વિચારવું જરૂરી બન્યું છે. નિરાધાર અને મંદબુધ્ધિના ખુલ્લામાં વિહરતા લોકોની જીંદગી પણ કોરોના કહેર વચ્ચે ભયમાં છે ત્યારે સરકારી તંત્રને પગલા લેવા જરૂરી છે સિહોરના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી મંદબુધ્ધિના લોકો બેઠતા જોવા મળે છે જેને રાહદારીઓ પોત પોતાની રીતે જમવાનું અને બીસ્કીટ આપી રહ્યાં છે, શહેરની અનેક જગ્યાઓ પર ઝુપડા બાંધી અને ખુલ્લા આકાશ તળે જીવન જીવતા લોકોનો વસવાટ છે પરંતુ હાલ સમગ્ર દેશમાં પ્રવર્તતી કોરોના મહામારીને લઇને લોકડાઉન જાહેર કરાયું છે. લોકોને પોતાના ઘરમાં જ રહેવા અને જાહેરમાં બહાર ન આવવા તાકીદ કરવામાં આવી છે.

માર્ગો પર લોકો બહાર ન આવે તેની પોલીસ તંત્ર અને આરોગ્ય તકેદારી રાખી રહ્યું છે. તમામ અગમચેતીના પગલાઓ લેવાઇ રહ્યાં છે પરંતુ જે લોકો માથે છત નથી, રહેવા ઘર નથી ખુલ્લા આકાશ તળે જીવન વ્યતિત કરી રહ્યાં છે. દિવસ દરમિયાન એક ટંકની રોજીરોટી મળી રહે તેનો વિચાર માત્ર કરે છે. જ્યારે મંદબુધ્ધિ ધરાવતા લોકોને તો કોરોના શું કે લોકડાઉન શું તેનો પણ ખ્યાલ નથી ત્યારે ખુલ્લામાં વિસરી રહ્યાં છે, પડયા પાથર્યા રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here