પ્રકાશ છૂટક મજૂરી કામ કરે છે આજે સવારે ગામ નજીક તળાવમાં માછલાં કાઢવા જાળ નાખી અને તેમાં તેનો પગ ફસાયો અને તળાવમાં ડૂબ્યો..પ્રકાશ અપરણિત હતો માતાપિતા પણ ન હતા

દેવરાજ બુધેલીયા
જે માણસ ગરીબ હોઈ છે એમના કિસ્મત અને નસીબ પણ ગરીબ હોઈ છે અને જેને તકદીર પણ સાથ નથી આપતું સિહોરના રામધરી ગામના યુવાન પ્રકાશનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે અને પોલીસે ચોપડે એડી દાખલ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે સિહોરના રામધરી ગામે રહેતા પ્રકાશ બાબુભાઈ સોલંકી ઉ. ૨૮ જે આજે સવારે રામધરી ગામની બાજુમાં આવેલ નવા તળાવમાં માછલાં પકડવા માટે જાળ બિચાવીને માછલાં પકડવાનું કામ કરતો હતો તે દરમિયાન પ્રકાશના પગ તળાવમાં બિછાવેલ જાણમાં ફસાઈ જતા પ્રકાશ પાણીમાં ગરકાવ થયો હતો.

પાણીમાં ડૂબી ગયો હતો પ્રકાશ ગામના તળાવમાં પાણીમાં ડૂબ્યો હોવાની વાત નાનકડા રામધરી ગામમાં પ્રસરી જતા સરપંચ સહિત સ્થાનિક લોકો બનાવના સ્થળે પોહચીને પ્રકાશને પાણી માંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી ઘટનાની જાણ નજીકના સોનગઢ પોલીસ મથકે કરવામાં આવી હતી અને પ્રકાશની લાશને પાણી માંથી બહાર કાઢવા સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઈ હતી બનાવ સ્થળે સોનગઢ પોલીસ અધિકારી વાઘેલા તેમજ સ્ટાફના જનકસિંહ ઝાલા ઘટના સ્થળે દોડી જઇને પ્રકાશની લાશને સિહોર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને પોલીસે ચોપડે એડી દાખલ કરીને વધુ પોલીસે તપાસ હાથ ધરી છે મરણજનાર પ્રકાશ છૂટક મજૂરી કામ કરે છે અપરણિત પ્રકાશના માતાપિતા પણ અગાઉ અવસાન પામ્યા હતા બનાવને લઈ નાનકડા રામધરીમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here