રાષ્ટ્રીય કોંગ્રેસના લીડર શક્તિસિંહનો આજે જન્મ દિવસ છે, તાલુકા કોંગ્રેસ દ્વારા ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરી

સલીમ બરફવાળા
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલનો આજે જન્મ દિવસ નિમિતે સિહોર તાલુકા કોંગ્રેસ દ્વારા ગરીબોને ભોજન કરાવ્યું છે ભાવનગર શહેર જિલ્લા સહિત ગુજરાત અને દેશના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવા રાજકીય નેતા હશે કે શક્તિસિંહ ગોહીલના નામથી અજાણ હોઈ..આવા દિગગજ નેતા શક્તિસિંહ ગોહિલનો આજે શનિવારે જન્મ દિવસ છે ભાવનગરના સ્થાનિક રાજકારણથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીની જવાબદારીઓ સંભાળનાર શક્તિસિંહ ગોહિલ સોનિયા ગાંધી અને રાહુલગાંધીના ગુજરાત ખાતેના ખૂબ જ વિશ્વાસુ નેતાઓમાના એક છે.

શક્તિસિંહ ખૂબ જ વાચક વિચારક અને રાજકીય તમામ પાસાઓ પર ગહન અભ્યાસ ધરાવતા શક્તિસિંહનું પ્રવચન કોઈ સાંભળે તો સાંભળતા જ રહીએ તેવું થાય અને જેનો આક્ષેપ પણ સામેના વ્યક્તિ સામેનો આધાર પુરાવા વગરનો નથી હોતો તેવા શક્તિસિંહ ગોહિલ લોકોના દિલમાં શક્તિસિંહના નામથી ઓછા અને શક્તિભાઈ નામથી વધુ રાજ કરે છે તેવા લોકનેતાને જન્મ દિવસે શંખનાદ પણ અઢળક શુભેચ્છાઓ.. શક્તિસિંહના જન્મ દિવસ નિમિત્તે સિહોર તાલુકા કોંગ્રેસ દ્વારા શહેરના રામનગર ગુંદાળા સહિત વિસ્તારોમા ગરીબોને ભોજન કરાવ્યું હતું જેમાં ખાસ તાલુકા અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સિહોરના જાંબાળા ગામનું સરદાર ગ્રુપ સંકલનમાં રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here