પોલીસ અને ડોકટરને પણ ઘમઘમાવો તેવું કહેનાર પોલીસે ઝડપી લઇ લોકઅપ પાછળ ધકેલી દીધો

હરેશ પવાર
સોશિયલ મિડીયા પર ગમે તેવી કમેન્ટ અને મેસેજ કરી લોકોમાં ભય ફેલાવનાર, પોલીસ, ડોકટર કે કોઇ સમાજ વિશે એલફેલ લખનાર સામે પોલીસ હવે વધુને વધુ કડક થતી જાય છે. આવા કેસ શખ્સને સિહોર પોલીસે ઝડપી લઇ લોકઅપમાં ધકેલી દીધો છે. પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક સૈયદની સુચના તથા માર્ગદર્શન હેઠળ  સિહોર પોલીસ સ્ટેશનના પો..ઇન્સ. કે.ડી.ગોહિલે ફેસબુક ઉપર ‘પોલીસ–ડોકટરને ઘમ–ઘમાવો’ તેવી કોમેન્ટ કરનારને ઝડપી લીધો હતો. પો.ઈન્સ કે.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. જે.બી.ત્રિવેદી તથા હેડ કોન્સ  આર.જે.મોરી તથા સ્ટાફ નાઓ પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન બાતમીદાર રાહે બાતમી મળેલ કે મોબાઈલ ફોનમાં ફેસબુક ઉપર ખોટી કોમેન્ટ કરી લોકોમાં ડર અને ગભરાહટ પેદા કરનાર રઉફ મહમંદભાઈ સુમરા (રહે. લીલાપીર વિસ્તાર સિહોર) પોતાના ઘરે ઉભો છે. આ બાતમી મળતા સદરહત્પ રઉફ મહમંદભાઈ સુમરા રહે લીલાપીર વિસ્તાર સિહોર વાળો મળી આવતા તેના વિધ્ઘ પો.ઈન્સ કે.ડી.ગોહિલ નાઓએ ઇ.પી.કો કલમ ૫૦૫,૧૮૮ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કલમ–૫૪ તથા આઈ.ટી એકટા કલમ ૬૬એ મુજબની કાયદેસરની કાર્યવાહિ કરી શિહોર પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here