આવશ્યક સેવાઓ સિવાયના તમામ ધંધા-રોજગાર છેલ્લા દસ દિવસથી ઠપ છે અને હજૂ બંધ રહેશે

શંખનાદ કાર્યાલય
કોરોના વાઈરસની મહામારીને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારાથી લઈને આજ સુધી સિહોરના વેપાર-ઉદ્યોગને રોજજે કરોડોનું રૂપિયાનું નુક્શાન થતું હોવાનું સૂત્રો કહી રહ્યા છે. કારણ કે લોકડાઉન જાહેર થયા બાદ આવશ્યક સેવાઓ સિવાયના તમામ ધંધા-રોજગાર છેલ્લા દસ દિવસથી ઠપ્પ છે. તથા સરકારી જાહેરાત અનુસાર લોકડાઉન ન લંબાય તો હજુ બાર દિવસ સુધી બંધ રહેશે. તેવી સ્થિતિ વચ્ચે નુકશાનીનો આંકડો અત્યાર કરતા કરોડો કરોડો રૂપિયાને આંબી શકે છે તેની સામે વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા હજારો મજુર કર્મચારીઓ અને શ્રમિકો પણ બેરોજગાર બની ગયા છે. કોરોના વાઈરસની મહામારી સામે ગત તા.રર માર્ચના રોજ એક દિવસના જનતા કરફ્યૂ બાદ વડાપ્રાધાન દ્વારા આગામી તા.૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે.

જેના કારણે સિહોરમાં સ્થાનિક બજારના વેપાર-ધંધાથી માંડીને મોટા ઉદ્યોગો સુધી દરરોજ કરોડો રૃપિયાનું નુકશાન છે આવશ્યક સેવાઓ સિવાયના તમામ નાના-મોટા ઉદ્યોગો બંધ છે. તેનાથી અર્થતંત્રને મોટી અસર પડી છે. હજારો કર્મચારીઓ અને કામદારો હાલ બેકાર બની ગયા છે સુત્રોનું કહેવું છે કે સરકાર દ્વારા તમામ ઉદ્યોગોને કામદારોને વેતન આપવાનો અનુરોધ કરાયો છે. પરંતુ તેનું જમીનીસ્તર પર કેવું અને કેટલું પાલન થાય છે? તે આગામી સમય જ બતાવશે. જો કામદારોને વેતન નહીં મળે તો તમામ પરિવારોની આિાર્થક હાલત કફોડી બનશે. તેની ગંભીર સામાજિક અસરો પડી શકે છે. એકાદ મહિના સુધી રોજગારી ન મળવાના કારણે આ કામદારો આગામી એક વર્ષ સુધી ઉંચા આવી શકે તેમ નાથી. વેપાર-ઉદ્યોગ જગતને પણ પાટે ચડતા દોઢેક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here