સિહોર નગર પાલિકા દ્વારા વોર્ડ વાઇઝ વિસ્તારોમાં અનાજ પુરવઠા સહિત કામગીરી માટે સર્વે શરૂ

હરેશ પવાર
જ્યાર થી વિશ્વમાં કોરોના વાયરસના એ આતંકના ભરડા માં આવી રહ્યું છે ત્યારે ભારત દેશ તેની સામે ટકકર સાથે જજૂમી રહ્યું છે અને વડાપ્રધાન શ્રી દ્વારા લોકડાઉન ને લઈ એક કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે ત્યારે..કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર ચિંતિત છે અને અનાજ પુરવઠો મળી રહે અને જેઓ ની પાસે રેશનકાર્ડ નથી તેવા પરપ્રાંતિઓ .સહિત ની સરકાર શ્રી ની સીધી સૂચના થી સિહોર નગરપાલિકા ના એન્જિનિયર પાર્થ રાજ્યગુરૂ. તેમજ જય મકવાણા દ્વ્રારા તમામ વોર્ડ ના વિવિધ વિસ્તારોમાં ફરી જેઓની પાસે કોઈ રેશનકાર્ડ નથી.

તેઓ ની સર્વે કરી આધારકાર્ડ તેમજ મોબાઈલ નંબર વિસ્તાર ની યાદી સતત રાત દિન એક કરી તમામ રેશનકાર્ડ વંચિતો ને રાશન પુરવઠો ની કીટ મળી રહે તે માટે પોતાની ફરજ અદા કરી ન્યાય આપી રહ્યા છે જેને લઈ સિહોર પાલિકાના પ્રમુખશ્રી . નગરસેવકો ચીફઓફીસર શ્રી. તમામ જવાબદાર વિવિધ વિભાગોમાં અધિકારીઓ.કર્મચારીઓ નિષ્ઠા થી ફરજ અદા કરી રહ્યા છે તો આ અંગે તમામ વોર્ડ ના નગરસેવકો પણ સર્વયર ને સહકાર આપી રહ્યા છે. જેને લઈ ઝડપી કામગીરી થી વહેંલી તકે પુરવઠા સહિત ની કીટ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here