લોકડાઉનમાં મજુર સ્થળાંતર,રાશન વિતરણ પછી નાણા વિતરણમાં ભીડની ભીતિ, અને હવે માર્ચ માસનો જમા થયેલો પગાર લેવા લોકો ઉમટયા,

બ્રિજેશ ગૌસ્વામી
લાખો-કરોડો લોકો ઘરમાં પૂરાયા છે પરંતુ, ઘર બેઠા પણ ખર્ચનું ચક્ર તો ભલે ધીમુ પડે પણ ચાલુ તો રહે જ છે ત્યારે ધંધા-રોજગાર, સાઈડની આવકો બંધ છે તે સ્થિતિમાં નોકરિયાતો માટે માત્ર પગાર પર જ મદાર છે. આ સ્થિતિમાં માર્ચ માસનો પગાર બેન્કમાં જમા થયો હોય તે ઉપાડવા આજે બેન્કો પર લોકડાઉનના સમયમાં કતારો જોવા મળી હતી અને નોટબંધી વખતના દ્રશ્યોની યાદ તાજી થઈ હતી. સિહોરમાં બેન્કોમાં પર લોકો લાંબી કતારોમાં નાણા ઉપાડવા ઉભા રહ્યાના દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકડાઉનના કારણે હાલ ચેકથી થતો વ્યવહાર ૮૦થી ૯૦ ટકા ઘટી ગયો છે, ક્લીયરીંગ પણ એટલું ઘટયું છે પરંતુ, રોકડ વ્યવહાર વધી ગયો છે.

ફળફળાદિ, દૂધ, કામવાળા, રાશન વગેરેની માસિક ખરીદી થતી હોય છે તો હાલ અનાજ સહિત ઘંઉ, મસાલા ભરવાની પણ સીઝન છે ત્યારે લોકોને રોકડા નાણાંની જરૂરિયાત ઉભી થઈ છે. લોકડાઉનમાં લોકો ભેગા ન થાય તે જરૂરી હોય છે પરંતુ,(૧)  સૌ પ્રથમ દેશભરમાં પરપ્રાંતીય મજુરો દ્વારા સપરિવાર વતનમાં જવા સામુહિક સ્થળાંતરથી ભીડ જમા થઈ, (૨) બાદમાં ગુજરાતમાં રાશનકાર્ડ ધારકોને અનાજ સહિત રાશન અપાશે તેવી જાહેરાતના પગલે લોકો  સસ્તા અનાજની દુકાને ધસી ગયા (૩) ત્યારબાદ જનધન ખાતામાં સરકારે પૈસા જમા કરી દીધાનું માનીને બેન્કોએ લોકો ધસી ગયા બાદ હવે (૪) પગાર ઉપાડવા બેન્કોએ લાઈન લાગી છે ત્યારે ફરી નોટબંધીની યાદ અપાવતા સિહોરમાં દ્રશ્યો જોવા મળ્યા છે અને બેન્કોમાંથી નાણા ઉપાડવા કતારો જોવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here