દૂર દૂરથી આવતા લોકોને કચેરીએ ધરમ ધક્કા થાય છે જયરાજસિંહ મોરી સહિત યુવાનોએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી

હરિશ પવાર
સિહોર સાથે રાજ્યભરમાં મહેસુલ કર્મચારીઓની હડતાલના પગલે સિહોરના કર્મચારીઓ પણ જોડાતા  મામલતદાર કચેરીઓમાં કામ રખડી પડયા હતા. આજુબાજુના ગામડાઓ માંથી તાલુકા મથકે આવતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે વિવિાધ પડતર માંગણીઓના અનુસંધાને રાજ્યભરમાં મહેસુલ કર્મચારીઓ અને નાયબ મામલતદારો હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે  તાલુકા મથકે દુર દુર ગામેાથી કચેરી ખાતે કામગીરી માટે રોજ હજારો લોકો આવતા હોય છે. જેમાં રેેશનકાર્ડ, આવક-જાવકના દાખલા, જાતિ આાધારીત દાખલા, તેમજ અન્ય મહેસુલને લગતી કામગીરી મહત્વની હોય છે.

જો કે રોજિંદા કામકાજ ખોરવાઈ જતાં લોકોનો દિવસ બગડયો છે જેને સિહોર ખાતે યુવાનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું છે સોમવારથી મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે જેના કારણે મામલતદાર કચેરીની વિવિધ કામગીરીઓ જેવી કે,ખાતેદાર ખેડુતનુ ખરાઈના દાખલા,મહેસૂલી રેકર્ડની ફેરફાર નોંધો,પુરવઠાને લગતી કામગીરી, વિધવા સહાય/વૃધ્ધ સહાયને લગતી કામગીરી, ચૂંટણીકાડઁને લગત કામગીરી, મધ્યાહન ભોજન યોજનાને લગતી કામગીરી હાલ સદંતર બંધ છે.જેના કારણે લોકોને પારવાર મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

તાલુકા કચેરીઓમાં લોકો દુરના ગામમાંથી આવતા હોવાથી તેઓનું સમયસર કામ થતું નથી અને ખોટો ધરમનો ધટકો થાય છે.જેથી લોકોના સમય અને નાણાનો વ્યર્થ થાય છે અને બીજી તરફ રેવન્યુ તલાટીને ચાર્જ અપાયો છે પંરતુ અનુભવના આધારે કામગીરી અટવાઈ રહી છે ત્યારે આંદોલન ઝડપથી સમેટાઈ તેવી માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here