લોકોએ ‘ગો કોરોના ગો’નું સ્લોગન બનાવ્યું, સિહોરની શેરીઓ પણ દીવાથી ઝળહળી

રાત્રે ૯..૩૦ કલાકે શંખનાદ કાર્યાલય
સિહોર શહેર અને પંથકમાં લોકોએ લાઇટો બંધ કરી દીવડાં, મીણબત્તીઓ પ્રગટાવી છે. આજે રાત્રે 9 વાગ્યે સમગ્ર દેશમાં 9 મિનિટ માટે લાઇટો બંધ કરી દીવા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટ સાથે બાલ્કની કે ઘરના દરવાજા પર ઊભા રહેવાનો વડાપ્રધાને સંદેશ આપ્યો છે. ત્યારે સિહોરના લોકોએ પણ પોતપોતાના ઘરના દરવાજે દીપ પ્રાગટ્ય કર્યું છે.

શહેરના અનેક વિસ્તારોમાં સ્થાનિકોએ પોતપોતાના ઘરના ઓટલાઓ પર ઉભા રહીને હાથમાં દીવડાઓ તેમજ મીણબત્તી પ્રગટાવી છે. હવે નવ મિનિટ સુધી સતત પ્રજવલિત રાખી કોરોના વાઇરસને ડામવા માટે એકતાનો સંદેશ આપ્યો. છે ઘરે ઘરે એકતાનો સંદેશ આપ્યો છે કોરોનાના કાળા કેરમાં પોતાના જીવને જોખમમાં મૂકી રાત્રિ-દિવસ લોકોની સુખાકારી માટે ખડેપગે સેવામાં જોડાયેલા પોલીસ કર્મીઓ તથા મેડિકલ કર્મીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા અને લોકોએ ફટાકડાં પણ ફોડ્યાં હતા સાથે સાથે શંખનાદ પણ કર્યો છે.

શહેરમાં દરેક ઘરમાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યાં હતાં. નવ વાગતાની સાથે જ ઘરની તમામ લાઈટો બંધ કરીને પરિવારના દરેક સભ્યો એકસાથે કપૂરના દીવા લઈને બાલ્કનીમાં અને છત પર પહોંચી ગયાં હતાં. કોરોના સામેની અંધકારભરી લડાઈમાં દીવડાં પ્રગટાવીને કોરોના સામેની લડતમાં જીત મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here