બેંક ઓફ ઇન્ડિયાની સહાયથી વોર્ડ નં ૧ ના જરૂરિયાત લોકોને કીટ વિતરણ

દેવરાજ બુધેલીયા
વિશ્વમાં ફેલાય ગયેલી કોરોના મહામારીને લઈને વિશ્વના મોટા મોટા દેશોમાં હાલાકી ઉભી થઇ ગઇ છે. રોજે રોજનું લાવીને ઘરનું ગુજરાન ચલાવતા લોકો માટે ઘરમાં એક ટાઈમ નું રાંધવું પણ કપરું થઈ પડ્યું છે. ત્યારે સિહોર સહિત અનેક વિસ્તારોમાં સેવા કરતી સંસ્થાઓ દ્વારા રસોડા અને રાહત કીટનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યા છે. સિહોર વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર અને ટાઉન પ્લાનિંગ ના ચેરમેન વિક્રમભાઈ નકુમ ની રજૂઆત થી સિહોર મામલતદાર કચેરી દ્વારા બેંક ઓફ ઇન્ડિયા ની સહાયથી વોર્ડ ૧ ના જરૂરિયાત લોકો માટે અનાજ કરીયાના નું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here