અહીં દર્દીઓ ની લાઈનો લાગે છે, જાહેરનામા અને સાવચેતીની એસીતેસી

હરેશ પવાર
સિહોરના સરકારી દવાખાનામાં હંમેશા કઈ ને કઈ વિવાદમાં હોય છે. કોરોના વાયરસના સંક્રમણ ને લઈને સરકાર દવારા લોકડાઉન જાહેર કરીને કોરોનાની સંક્રમણ ચેઇન તોડવા માટે થઈને મોટું પગલું લીધું છે. તે ઉપરાંત જીવનજરૂરી વસ્તુઓ ની દુકાનો ઉપર પણ લોકોની ભીડ એકઠી ના થાય લોકો એકબીજાના સંપર્કમાં ના આવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે હાલમાં કોરોના સંક્રમણ ની સૌથી મોટી બીક સરકારી દવાખાના અને હોસ્પિટલમાં રહે છે. ત્યારે સિહોરના સરકારી દવાખાને આજે ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું.

આસપાસના ગામડેથી આવતા દર્દીઓની મોટી લાઈન જોવા મળી હતી. તે ઉપરાંત અહીં દવાખાનામાં સંક્રમણ અટકાવવા માટેના પણ કોઈ પણ સાવધાની માટેના પગલાંઓ લેવામાં આવ્યા ન હતા. અન્ય દર્દીઓ પણ ખુરશીઓ ઉપર એકબીજાથી અંતર રાખ્યા વગર એકબીજાથી નજીક ના અંતરે બેઠા હતા. હવે ભગવાન ન કરે અને કોઈ બહાર ગામથી આવેલ દર્દીમાં જો કોરોનાના વાયરસ હોય જે દેખાતા નથી અને અહીં અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવી જાય તો સિહોરમાં કે આસપાસના પંથકમાં કોરોના વાયરસને અટકાવો અઘરો થઈ પડે છે. અહીંના મેડિકલ સુપ્રીટન્ડ અને અન્ય તબીબોને કોરોનાની ગંભીરતા નથી કે શું ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here