બેટી બચાવો બેટી પઢાવો, સામાજિક સમરસતા, અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મુદ્દાઓ સાથે સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ ના એન.એસ.એસ યુનિટ દ્રારા વાષિઁક શિબિરનો દેવગાણા ખાતેથી પ્રારંભ થયો
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના દેવગાણા ગામે ગોપીનાથજી મહિલા કોલેજનાં એન.એસ.એસ યુનિટ દ્રારા બેટી બચાવો બેટી પઢાવો,સામાજિક સમરસતા અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વાર્ષિક શિબિરનો પ્રારંભ થયો છે જેનું ઉદ્દધાટન સમારંભ શિવમ વિધાલય દેવગાણા ગામ ખાતે કરવામાં આવ્યું તેમાં કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે એમ કે ભાવનગર યુનિવર્સિટી એન.એસ.એસ નાં કો-ઓડીઁનેટરશ્રી પ્રો.ડો.સ્ટેન્લી ભણાત ખાસ હાજર રહ્યાં હતાં.
આ ઉપરાંત દેવગાણા ગ્રામ પંચાયત નાં સરપંચ ભાવેશભાઈ બારૈયા સિહોર તાલુકા પંચાયત નાં સદસ્ય શ્રીમતી જયાબેન એમ.બારૈયા, સિહોર માર્કેટિંગ યાર્ડનાં પૂર્વ ચેરમેનશ્રી પાંચાભાઈ ચૌહાણ, દેવગાણા ગ્રામ પંચાયત નાં ઉપસરપંચ શ્રી ગંભીરસિંહ કાઠીયા,શિવમ વિધાલય દેવગાણાના આચાર્ય હરેશભાઈ રમણા શિવમ વિધાલયનાં ટ્રસ્ટી પ્રવિણભાઇ પંડયા,બી.બી.શાહ હાઈસ્કૂલ દેવગાણા નાં આચાર્ય નરેશભાઈ દવે ત્યાં ગામના આગેવાનો તેમજ ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર સંસ્થાના ચેરમેન રમેશભાઈ રાઠોડ તેમજ સંસ્થાનાં માર્ગદર્શક પ્રો.ડો.દિલીપભાઈ જોષી તથા કોલેજનાં આચાર્ય યોગેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાત દિવસ સુધી વિવિધ પ્રવૃત્તિ થશે.તેની જહેમત પ્રોગ્રામ ઓફિસર પ્રા.રીટાબેન લોદરીયા અને પ્રા.અક્રમભાઈ ડેરૈયા ઉઠાવી રહ્યાં છે.