સિહોરને પાણી પૂરું પાડતા ટાકામાં કોઈ આવરા તત્વો જાનવર જેવું નાખી ગયું, કોહવાઈ ગયેલી લાશ મળી, ભયંકર રોગચાળો ફાટી નીકળવાની આગેવાનોએ દહેશત વ્યક્ત કરી

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરને પાણી પૂરું પાડતા ટાકામાં કોઈ તત્વો દ્વારા જાનવર જેવી ચીજવસ્તુ નાખી જતા ભારે હોહા મચી જવા પામી છે અને બીજી તરફ આગેવાનોએ ભયાનક રોગચાળાની દહેશત વ્યક્ત કરી છે અને આ ઘટનાના પગલે આજે વિપક્ષ અને શાશકના કેટલાક સભ્યોએ ચીફઓફિસરને આક્રમક રજુઆત કરીને સમગ્ર ઘટના બાબતે પગલાં લેવાની માંગ કરી છે સિહોર શહેરને પાણી પૂરું પાડતા બે ટાકાઓ આવેલા છે એક ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં છે અને અન્ય એક ગૌતમેશ્વર રોડ પર છે જે ગૌતમેશ્વર રોડ આવેલો પાણીનો ટાકો છે ત્યાં કોઈ તત્વો દ્વારા પાણી ભરેલા ટાકામાં કોઈ જનાવર જેવી ચીજવસ્તુઓ નાખી દેતા ભારે હોહાપો મચ્યો છે ત્યારે સમગ્ર મામલો સિહોર નગરના ચીફ ઓફિસર બરાડા સુધી પોહચ્યો છે નગરસેવક મુકેશ જાની, દીપશંગભાઈ રાઠોડ, ડાયાભાઈ રાઠોડ, નરહરિભાઈ રામાનુજ સહિતના આગેવાનોએ રજૂઆત તાકીદે કરીને પગલા લેવાની માંગ કરી છે

બોક્સ..

જવાબદાર અને દોષીતો પર કાયદેસર પગલાં લેવામાં આવે – દીપશંગભાઈ રાઠોડ

સિહોર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી એક ગમખ્વાર અને આરોગ્યના લીરા ઉડાડે તેવો બનાવ બન્યો હોઈ અને સમગ્ર સિહોરની જનતાને આરોગ્યને બાનમાં રાખી હોઈ તેવો પ્રસંગ જ્યારે ઉપસ્થિત થયો હોય ત્યારે જલુંબમાં કોઈ સમાજ અને શહેર વિરોધી તત્વોએ એક કૂતરાને મારી ખોથળામાં પેક કરી પ્લાસ્ટીકમાં રાખીને પથ્થરો સાથે નાખવામાં આવેલું બીજી તરફ કોરોના જેવા રાક્ષસે સમગ્ર દેશને બાનમાં લીધો છે ત્યારે સિહોર માટે દાજયા પર ડામ પડ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે અને પોલીસ ફરીયાદ પણ આજ સુધી થઈ અને નથી અને જે કુતરાના સેમ્પલ પણ લેવા ખૂબ જરૂરી હતા પરંતુ આ કુતરાનો નાશ કરી આ કુતરાનો પુરાવો કઈ નાખી આવ્યા છે અને આજ સુધી આરોગ્ય વિભાગની ટીમને જાણ કરી નથી ત્યારે આજ સુધી અહીં વિતરણ થયેલું પાણી લોકો માટે ચિંતાજનક બાબત ઉભી થઇ છે અને ગંભીર સમસ્યા ઉભી થઇ છે ત્યારે આની તપાસ ઉચ્ચ સ્તરેથી થાય તે જરૂરી છે અને આ ગંભીર ઘટનાને કેટલાક તત્વો ઠાકપીછોડો કરી રહ્યા છે

બોક્સ..2

આ બોડીને ડિસ્કોલી ફાઈટ કરો પણ જનતા સાથેના ચેડાં ચલાવી શકાય નહીં..મુકેશ જાની

ગઈકાલે જે કોઈ બીના બની તે સિહોરનું વહીવટી તંત્ર અને અમારા માટે શરમજનક છે સમગ્ર દેશમાં જ્યારે કોરોના વાઇરસને લઈ મોટી મહામારી ફેલાઈ હોઈ ત્યારે તંત્ર અને લોકો એટલા સજાગ થયા હોય ત્યારે સિહોરમાં રોગચાળો ફાટી નીકળે તેના માટે કોણ જવાબદાર આ તંત્ર માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આ જાનવરની આરોગ્ય તપાસ થવી જોઇએ કોહવાઈ ગયેલી લાશ હતી ત્રણ ત્રણ દિવસ સુધી આ લાશ પડી રહી છતાં નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓન ધ્યાને ન આવ્યું જે નગરપાલિકાના કર્મચારીઓ ત્રણ સિપમાં કામ કરે છે ત્યાં બેઠા બેઠા કામ કરતા કર્મીઓની પહેલી ફરજ છે જ્યારે સમગ્ર ઘટના પર પડદો પાડી દેવા ચીફઓફિસર ઢાંક પીછોડો કરી રહ્યા છે ત્યારે તપાસ માટેની પ્રાથમિક ફરજ મુખ્ય અધિકારીની બને છે સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ અને સમગ્ર બોડીને ડિસ્કોલી ફાઈટ કરો પરંતુ જનતા સાથેને ચેડાઓ ચલાવી શકાય નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here