સિહોરના રાજકીય અગ્રણી નાનુભાઈ ડાખરાના જન્મ દિવસે એક હજારથી વધુ લોકોને નાસ્તો અપાયો

દેવરાજ બુધેલીયા
રાજકારણમાં એક બુદ્ધિજીવી સાથે એમ કહેવાય કે એમના લોહીના રજકણોમાં અને નસે-નસમાં રાજકારણ ધૂળે છે તે કહેવું યોગ્ય ગણાશે અને પ્રજાના માણસ એવા નાનુભાઈ ડાખરાનો આજે જન્મ દિવસ હતો આજના ખાસ દિવસે એક હજારથી વધુ લોકોને નાસ્તાનું વિતરણ કરીને પ્રજા કાર્યમાં સહભાગી થયા છે એક તરફ તરફ કોરોના વાઇરસના ચેપને ફેલાવવાથી રોકવા માટે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે લોકો પોતાના ઘરોમાં કેદ છે અને બીજી બાજુ ગરીબ વર્ગના લોકો પર આભ તૂટી પડ્યું છે ખાવા માટે વલખા મારી રહ્યા છે.

ત્યારે નાનુભાઈ ડાખરા અશોકભાઈ મામસી અને જાબાળા ગ્રુપ દ્વારા રોજજે ગરીબો માટેના ભોજન વ્યવસ્થાઓ કરવામાં આવે છે દરરોજ જેમ આજે પણ “સેવા પરમો ધર્મ” સૂત્ર સાથે આગેવાન નાનુભાઈ ડાખરા ના જન્મ દિવસ નીમીતે પછાત ૧૦૦૦ હજારથી વધુ લોકોને નાસ્તાનું વિતરણ કરાયું હતું તેમજ સ્વામીનારાયણ સંસ્થામા સ્ટીલ ની થાળીઓ આપવામાં આવેલ જ્યારે આ કાર્યમાં સહભાગી ભાવેશભાઇ ગોહીલ, અજયભાઇ સોલંકી, જાંબાળા સરપંસ ઘનશ્યામભાઈ પરમાર, સિહોર તાલુકા કોગ્રેસ ના ઉપ પ્રમુખ અશોકભાઈ મકવાણા, રઘુભાઈ પરમાર, પી વી સોલકી, ઘેલાભાઇ બારૈયા, રામભાઇ ભરવાડ, ચંદુભાઇ બાબર, ગૌતમભાઇ સોલકી, વીજય પરમાર , નવલ ખેર, અનીલ ચૌહાણ, ઘનશ્યામભાઈ ખેર, ડો પારસ તેજાણી, અનીલ ગઢીયા, ગોપાલ ઈટાળીયા, પીયુષ વઘાસીયા, મીલન ઈટાળીયા, ખાસ જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here