સિહોર પોલીસ દ્વારા ૧૨ વાહનો ડિટેયન, પાંચ સામે ૧૪૪ ની કાર્યવાહી

શંખનાદ કાર્યાલય
રાજ્ય સહિત ભાવનગરમાં વધી રહેલા ચિંતાજનક કોરોનાના કેસોને લઈને પ્રશાસન કડક થઇ રહ્યું છે. બિનજરૂરી બહાર નીકળતા લોકોને અટકાવા માટે થઈને પોલીસ પોતાનું કડક વલણ હવે દેખાડી રહી છે. ત્યારે સિહોરમાં પણ પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે થઈને બંદોબસ્ત અને પેટ્રોલિંગ વધારી રહી છે.સિહોર પોલીસ દ્વારા કલેકટરશ્રી ના જાહેરનામા ના ભંગ બદલ ૫ ઈસમો સામે ૧૪૪ કલમ લગાવાઈ અને ૧૨ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here