હનુમાન જયંતી નિમિતના તમામ કાર્યક્રમો આવતીકાલે સિહોર હનુમાનધારાએ મોકૂફ રાખેલ છે.

શંખનાદ કાર્યાલય
આવતીકાલે ચૈત્રી પૂનમ એટલે હનુમાનજી દાદાની જન્મ જયંતિ. સિહોર સહિત દેશમાં હનુમાનજી દાદાના મંદિરોમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સિહોરમાં પણ હનુમાનધારા ખાતે દરવર્ષે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે કોરોના વાયરસને લીધે લોકડાઉન ના પગલે હનુમાનધારા સેવા સમિતિ દ્વારા તમામ ભાવિકભક્તો ને જણાવામાં આવે છે કે કોઈ પણ દર્શનાર્થીઓ એ અહીં દર્શન કરવા આવવું નહિ. મંદિરના તમામ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે. પોતાના ઘરે રહીને પોતાનો ભાવ પ્રગટ ઘરેથી કરવા વિનંતી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here