સિહોરમાં જમીઅતે ઉલ્માએ હિન્દ સંસ્થા દ્વારા જરૂરિયાત મંદોને અનાજ કીટનું વિતરણ, એક કિટની કિંમત અંદાજીત ૧૫૦૦

હરેશ પવાર
સમગ્ર વિશ્વ અને ભારત સહિત ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી સામે તંત્ર અને સરકાર લડત આપી રહી છે ત્યારે હાલ લોકડાઉનને પગલે છેલ્લાં ૧૫ દિવસથી તમામ ધંધા-રોજગાર બંધ રહેવા પામ્યા છે.
ગરીબ અને છુટક ધંધો કરતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે સિહોર ખાતે સેવા તેમજ કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું જમીઅતે ઉલમાએ હિન્દ સિહોર દ્રારા અનાજ કિટ વિતરણનુ થયું છે કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલ લોકડાઉનના હિસાબે ધર વિહોણા પરીવારો અને ઝુંપડા અને ફુટપાથ પર રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે.

આવા સંકટ સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકો પોતાની શકય બને એટલી મદદ કરી રહ્યા છે ત્યારે આ સિહોર સેવાભાવી સંસ્થાઓમાં એક સંસ્થા જમીઅતે-ઉલમાએ-હિન્દ સિહોરની સંસ્થા દ્વારા શહેરના અધિકારી પી.આઈ કે.ડી ગોહિલના હસ્તેથી અનાજની કિટોનું વિતરણ કરવામાં આવ્યું છે કિટની અંદાજીત કિંમત ૧૫૦૦/- ની હતી અને જયાં સુધી લોકડાઉનની પરિસ્થિતિ રહેશે ત્યાં સુધી આ સંસ્થા ખડેપગે રહેશે આ સેવાયજ્ઞમાં જમીઅતે ના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.અને ઉમદા કાર્યથી માનવતા મહેકાવી છે અને સેવાભાવી લોકો નિસ્વાર્થપણે સેવા આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here