કરિયાણાની દુકાનો આગળ દોરેલા કુંડાળા શોભાના ગાંઠિયા, શાક માર્કેટોમાં પણ સોશિયલ ડિસ્ટન્ટ જરૂરી

બ્રિજેશ ગૌસ્વામી
લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સિહોર શહેરમાં કેટલીક જગ્યાઓ પર સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે અને સિહોરની વિવિધ સરકારી બેંકો તથા પોસ્ટ ઓફિસમાં લોકોના ટોળા ન ઉમટે તે માટે પોલીસ મૂકી દેવાઈ છે તો બીજી તરફ શાકભાજી તથા કરિયાણાની દુકાનો ખાતે લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ અંગે જાગૃતતા કેળવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરાઈ છે. જો કે સિહોરમાં સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે શાકભાજી માર્કેટ તેમજ કરિયાણાની દુકાનો ખાતે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.  દુકાનોની બહાર સર્કલ દોરવામાં આવ્યા હોવા છતાં તેનું પાલન કરવામાં આવતુ નથી. બીજી તરફ વિવિધ પોસ્ટઓફિસની શાખાઓ તથા બેંકો ખાતે પણ ગ્રાહકોની ભીડ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે તો બીજી તરફ કરીયાણા વેપારીઓ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવે તે ખૂબ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here