સિહોરના સેવાભાવિઓ વરસાવી રહ્યા છે દાનની લ્હાણી

હરેશ પવાર – દેવરાજ બુધેલીયા
આજે દેશ ઉપર અદ્રશ્ય શત્રુનો હુમલો થઈ ગયો છે જેમાં દેશ આજે એક જૂથ થઈને લડવા માટે ઉભો થઇ ગયો છે. પોલીસ, તબીબો, સફાઈ કર્મચારીઓ, મીડિયા સહિતની ફરજ નિભાવતા કર્મચારીઓ પોતાનું યોગદાન આપીને લડી રહ્યા છે. તો બીજી તરફ દેશને આર્થિક ભીડ ના પડે તે માટે થઈને દેશના મોટા થી લઈ નાના માં નાના માણસ પોતાનાથી બનતા રૂપિયા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ફંડ માં અનુદાન કરી રહ્યા છે. સિહોર એટલે ભામાશાઓ ની ભૂમિ કહેવાય છે. અહી અનેક અન્ન ક્ષેત્રો વર્ષોથી સતત ચાલે છે. નાના અને ગરીબ માણસો માટે અનેક દાતાઓ કઈ ને કઈ સેવાઓ આપી રહ્યા છે. ત્યારે સિહોર મર્કન્ટાઇલ બેંક દ્વારા ૫૧૦૦૦ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માં અર્પણ કર્યા હતો. એ સાથે સિહોરના સેવાભાવી આગેવાન અને માલધારી સમાજના અગ્રણી બીપીનભાઈ કરમટિયા દ્વારા અંકે ૧૧,૧૧૧ રૂપિયાની અનુદાન મુખ્યમંત્રી રાહતફંડ માં અર્પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here