વોર્ડ વાઇઝ શાકભાજીનું કરાઈ રહ્યું છે વિતરણ

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વાઈરસના કહેર વચ્ચે લોકડાઉનની જાહેરાત થતા લોકોની હાલત અત્યારે કફોડી થઈ છે. ચેપ લાગવાના ડરથી લોકો ભીડવાળી જગ્યાએ વસ્તુઓ અને શાકભાજી લેવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે લોકોને ઘરે બેઠા શાકભાજી મળી રહી તેવી વ્યવસ્થા ગ્રામ્યના ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી છે કોરોના મહામારી અને દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સિહોર ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકી દ્વારા પોતાના વિધાનસભા મત વિસ્તારોમાં વોર્ડ વાઇઝ શાકભાજી કિટોનું વિતરણ કરાયું છે.

દરેક વોર્ડ વાઇઝ ગરીબોને શાકભાજી કીટ મળી રહે તે માટે સિહોરની સંસ્થા યુવા યુગ પરિવર્તન દ્વારા શ્રમદાન કરાઈ રહ્યું છે કિટમાં એક આઠ થી દસ દિવસ ચાલે તેટલું શાકભાજી ડુંગળી, ટમેટા, કોબી, રીંગણાં સહિત વસ્તુઓનો સમાવેશ થાય છે શ્રમજીવીઓના ચૂલા ચાલુ રહે તે માટે ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકી તરફથી પણ હવે ગરીબોને મદદ શરૂ થઈ છે અને સ્થાનિક આગેવાનોની હાજરીઓમાં વોર્ડ વાઇઝ સેવાકીય શાકભાજી વિતરણ શરૂ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here