હે દાદા દુઃખડા હરજો : સિહોરમાં ઘરે ઘરે પાઠ-પૂજા સાથે હનુમાન જયંતિની ઉજવણી

બ્રિજેશ ગૌસ્વામી
ભએ પ્રગટ કૃપાલા મર્યાદાપુરુષોત્તમ ભગવાનશ્રી રામની જન્મ જયંતિ બાદ ભગવાન મહાવીરની જન્મયજંયતિ જેવા બે મોટા તહેવારોની ઉજવણી લોકડાઉનનાં કારણે ઘરોમાં જ સાદગી પુર્વક કરવામાં આવી અને હવે આજે હનુમાન જયંતિની ઉજવણી પણ આ રીતે જ થઈ છે.અષ્ટસિદ્ધિ અને નવનિધિ ના જે દાતા છે. હનુમાનજીના મંદિરોમાં દરવર્ષે થતા મોટા મોટા આયોજન રાબેતા મુજબ આ વર્ષે કેન્સલ જ થયા છે.

તેથી લોકો ઘરે જ પૂજા-આરતી અને હનુમાન ચાલિસા તથા સુંદરકાંડના પાઠ કરીને મારૂતિનંદનનો જન્મદિવસ મનાવ્યો છે તેલ, આંકડો કે સિંદુર ચડાવો એટલે રીઝી જાય એવા બળીયા દેવ બજરંગબલીની આજે જન્મ જયંતિ હોય સમગ્ર સિહોર અને પંથક તેમની ભકિતમાં ઓળઘોળ થયુ છે.જો કે હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતી ધ્યાને લઇ ખુબ સંયમમાં રહીને લોકો હનુમંતની ભકિત કરી રહ્યા છે.

કોરોનાના કહેરમાંથી હે દાદા ઉગારી લેજો, દુઃખડા હરી લેજો તેવા ઉદ્દગારો સાથે આજે ઘરે ઘરે હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, સ્તુતી, ધુન, ભજન સહીતના કાર્યક્રમો થયા હતા આજે હનુમાન જયંતિ નિમિતે ઘરે ઘરે હનુમંત ભકિત કરવામાં આવી હતી. દેશ ઉપર આવેલા સંકટને હરવા માટે થઈને ભાવિક ભક્તો એ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મહામારીમાંથી દાદા ઉગારી લ્યે તેવી પ્રાર્થનાઓ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here