કોરોના વાયરસ લોકડાઉનમાં ફરજ બજાવતા કર્મચારીઓની આરોગ્ય તપાસ જરૂરી

હરેશ પવાર
કોરોના વાયરસને લઈને જિલ્લાનું પ્રશાશન એક્ટિવ થઈ ગયું છે. ભાવનગર માં કોરોના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને લઈને સિહોર આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્ય તપાસનો ધમધમાટ શરૂ દેવામાં આવ્યો છે. આવા સમયે કોરોના લોકડાઉનમાં સતત ફરજ નિભાવી રહેલા કર્મચારીઓ ની આરોગ્ય ચકાસણી કરવી પણ આવશ્યક છે. દિવસ દરમ્યાન આ કર્મચારીઓ અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે.

ત્યારે ગઈકાલે સિહોર પોલીસ મથકના પીઆઇ થી લઈને તમામ કર્મચારીઓ ના આરોગ્યની ચકાસણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આજે સિહોરના પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ નું થર્મલ સ્કીનિગ કરીને આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.

આ સાથે તમામ કર્મચારીઓને આરોગ્ય ની પૂછતાછ કરીને આરોગ્યની જાળવણી માટેના સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત કોરોના ના ફેલાતા વાયરસ સામે કેવી રીતે રક્ષણ મેળવું તે અંગેની પણ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓ ને આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here