રામ ઓર રહીમ કમિટીનું આયોજન, કોમી એકતાના દર્શન થયા
દેવરાજ બુધેલીયા
સિહોર રામ રહિમ કમિટિ આયોજિત શેખ પીર દાદાનો ઉર્સ યોજાયો.સિહોર ના પ્રગતેશ્વર મહાદેવ રોડ ઉપર આવેલ હજરત રોશન ઝમીર પીર શેખપીર દાદા નો ઉર્સ મુબારક યોજાયો હતો. સંદલ લીલાપીર દરગાહ થી શેખપીર દાદાની દરગાહ ખાતે પહોંચેલ.અને સાંજે મગરીબ બાદ સંદલ ના કાર્યકમ માં રામ ઔર રહીમ કમિટી દ્વારા આયોજન કરવામાં આવેલ તેમજ આ ઉર્ષ માં હિન્દુ મુસ્લિમ બિરાદરો ના એકતા ના દર્શન જોવા મળ્યા હતા.