વિશ્વના કલ્યાણ માટે સિહોરમાં જપ પૂજા અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યા

હરેશ પવાર
વિશ્વમાં આજે કોરોના વાયરસની મહામારી ફેલાઈ ગઈ છે. સમગ્ર વિશ્વના શક્તિશાળી દેશો પણ હાથ ઊંચા કરી નાખ્યા છે. એક તરફ કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે આંકડો લાખોએ પહોંચી ગયો છે. ત્યારે સમગ્ર દેશની પ્રજા ઈશ્વરના આશરે પહોંચી ગઈ છે. આ સમસ્યાઓ માંથી ઉગારવા માટે સૌ કોઈ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે સિહોરમાં પણ ભૂદેવો દ્વારા પૂજા, અનુષ્ઠાન શરૂ કરી દેવામાં આવ્યા છે. સિહોરના પંડિત રમેશભાઈ ભટ્ટ તેમજ તેમના પરિવાર દ્વારા માતાજીના જાપ, યાજ્ઞ, અનુષ્ઠાન શરૂ કરીને માતાજીના ચરણોમાં આ મહામારી માંથી ઉગારીને વિશ્વની પ્રજા ઉપર કલ્યાણ કરવા માટે થઈને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here