લોટ, અનાજ, રાશન સહિતની ચીજવસ્તુઓની ઠેર ઠેર વિતરણ, જરૂરિયાતમંદ પરિવારોના લાભાર્થે નિ:સ્વાર્થ સેવા ભાવનાથી પહોંચાડાતી મદદ : સ્વયંસેવકોનો જુસ્સો બરકરાર

બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાનો વધતો ખતરો અને લોકડાઉનના સમયમાં હજારો લોકો, સેવાભાવીએ નિ:સ્વાર્થ સેવાભાવનાથી આજુબાજુ મુશ્કેલીમાં મૂકાયેલા લોકોની વહારે જઈ મદદ કરી રહ્યા છે. જોખમ વચ્ચે પણ સર્વત્ર સેવાનો જુસ્સો બરકરાર છે. ભુખ્યાઓને ભોજન, જરૂરતમંદોને વસ્તુઓ પહોંચાડવાના સેવાયજ્ઞાો ધમધમી રહ્યા છે ત્યારે સિહોરના પાંચવડા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જયભીમ મિત્ર મંડળ દ્વારા આશરે ૩૦૦ કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં સિહોર પોલીસ મથકના અધિકારી કે ડી ગોહિલ સહિત સમાજના આગેવાન અરવિંદ રાઠોડ તેમજ ડાયાભાઈ રાઠોડ ઉપસ્થિત રહેલ જ્યારે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા સિહોર તેમજ આજુબાજુ વિસ્તારમાં અનાજ કિટો આપવાનું કામ કર્યું છે રાજપરા, વાવડી, બોરડી, ટાણા, ગામના પછાત વિસ્તારોમા આ સંસ્થા લોકોને અનાજ કિટો પોહચાડી રહી છે જે કીટમાં ઘઉં, ચોખા, ગોળ, ખાંડ, ચા, જેવી ચીજવસ્તુઓ આપવામાં આવી છે અહીં મહેશભાઈ મોરી, દીપભાઈ ચુડાસમા, અશોકભાઈ ઉલવા સેવા કાર્યમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here